’વાયુ’ની અસર, ભારે પવન સાથે મેઘ મહેરમાં અમદાવાદ ભીંજાયું

467

વાયુ વાવઝોડાની આફત ટળી છે જો કે, રાજ્યના કેટલાય સ્થળો પર વરસાદ થયો છે ત્યારે અમદાવાદમાં પણ ભારે પવન સાથે મેઘ મહેર થવા પામી હતી. અચાનક વાતાવરણમાં પલટા બાદ એકાએક વરસાદ તૂટી પડતા નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમીથી શેકાતા અમદાવાદમાં આજરોજ અચાનક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્‌યો હતો, જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકો ગેલમાં આવી ગયા હતા. વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં બાળકો વરસાદમાં પલળવા માટે રસ્તા પર આવી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે,  અમદાવાદમાં આજે સવારથી જ વાદળછાંયુ વાતાવરણ હતું અને ગઇકાલે પણ શહેરના નરોડા, રાણીપ, માનસી ચાર રસ્તા પાસે વરસાદ થયો હતો જો કે, આજરોજ જીય્ હાઇવે , બોડક દેવ, માનસી સહિતના વિસ્તારમાં વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક ફેલાઇ હતી.

Previous articleમહેસાણામાં અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ તૈયાર થઇ રહ્યાં છે
Next articleડેપોમાં રહેલા ભયજનક ર્હોડિંગ્સ તાત્કાલિક ઉતારી દેવાનો આદેશ