ગુજરાત ઉપર વાયુ વાવાઝોડું ત્રાટકવાનું નથી પરંતુ ખતરો હજી પણ સૌરાષ્ટ્રમાં મંડરાઇ રહ્યો છે. ભારે પવનના કારણે ઠેરઠેર તબાહી થવાની શરૂ થઇ ગઇ છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાત કરી હતી. અને તમામ મદદની ખાતરી આપી હતી. મળતી માહિતી પ્રમાણે પીએમ મોદીએ મુખ્યમંત્રી રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી વાયુ વાવાઝોડાને લઈ ચર્ચા કરી હતી. વડાપ્રધાને રશિયાના બિશ્કેક પહોંચ્યા બાદ તરત જ ગુજરાતના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી તમામ સહાય આપવાની બાંહેધરી આપી હતી.