બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં સવારથીજ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો અને બપોર ના બે વાગ્યા બાદ એક કલાકમાં અડધા ઈંચ કરતા વધુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.સવાર થી જ ધીમી ધારે ચાલુ થયેલો વરસાદ બપોરે બાદ મેઘરાજાએ એકાએક વરસવાનું ચાલુ કરતા એક કલાકમાં અડધા ઈંચ કરતા વધુ વરસાદ વરસી ગયો હતો.અને બજારો માં પાણી વહેવા લાગ્યા હતા.વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાઈ ગયો હતો.