શહેરના કાળીયાબીડમાં કાગળ પર ચાલતી સ્કુલ ઝડપાઈ..!

727
bhav1-2-2018-3.jpg

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ દુઃખીશ્યામબાપા આશ્રમ સમીપ સેલ્ફ ફાઈનાન્સ સરસ્વતી વિદ્યામંદિર નામની સ્કુલ સરકારી ચોપડે શરૂ બતાવી આર્થિક કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની વાત ડીઈઓને મળતા શિક્ષણ વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે.
શહેર-જિલ્લાના શૈક્ષણિક હબ તરીકે ઝડપથી ઉભરી રહેલા કાળીયાબીડમાં સરસ્વતી વિદ્યામંદિર નામની આત્મનિર્ભર સ્કુલના સંચાલકોએ સરકાર પાસેથી શાળા ચલાવવા મંજુરી મેળવી હતી પરંતુ માત્ર કાગળ પર આ શાળામાં કોઈપણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય ચાલતું ન હોય આ અંગે એક અરજી ડીઈઓ એ.બી. પ્રજાપતિને મળતા તેમણે સ્ટાફ સાથે દુઃખીશ્યામબાપા આશ્રમ પાસે દર્શાવેલ સરસ્વતી વિદ્યામંદિર પર તપાસ હાથ ધરતા સમગ્ર બાબતનો પર્દાફાશ થયો હતો અને ડીઈઓએ શાળા સંચાલકો પાસે સમગ્ર વિગતો અને દસ્તાવેજો તપાસ અર્થે માંગ્યા છે તથા આ શાળાની મંજુરીથી લઈને આજદિન સુધીની વિગતો રજૂ કરવા હુકમ કર્યો છે.

Previous article રપ ફેબ્રુ.એ શહેરમાં મેરેથોનનું આયોજન
Next article સ્ટેન્ડીંગ કમિટી બેઠકમાં ૩૧ ઠરાવોને બહાલી