મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સટી કર્મચારી પરિવાર દ્વારા નિવૃત્ત થતા વહીવટી કર્મચારીઓનો વિદાય-સનમાન સમારોહનું આયોજન કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને તેમજ કુલસચિવ ડો.કે.એલ.ભટ્ટના અતિથિ વિશેષ પદે કરવામાં આવ્યું. જેમાં અલગ-અલગ કેડરના ૮ વહીવટી કર્મચારીઓનો વિદાય તેમજ સન્માન સમારોહ યોજાયો.
કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગાનથી કરવામાં આવી. ત્યાર બાદ પરિવારના મંત્રી ચિરાગ એન. જોષી દ્વારા કર્મચારીઓની યુનિવર્સિટીમાં જોડાયા સમયથી આજસુધીના સમયની યાત્રાનો પ્રવાસ દર્શાવ્યો.
કુલપતિ, કુલસચિવ, કર્મચારી પરિવારના પ્રમુખ તથા મંત્રી તેમજ હોદ્દેદારો દ્વારા તમામ નિવૃત્ત થતા કર્મચારીઓને સાલ ઓધાડી સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યછાં. સાથે સાથે સમાજમાં દાખલો બેસે તે માટે એક નવતર પ્રયોગ તરીકે અને પર્યાવરણનું ઋણ અદા કરવાના ઉમદા આશયથી તમામ નિવૃત્ત થતા કર્મચારીઓને સ્મૃતિભેટ તરીકે એક-એક વૃક્ષના છોડ પણ અર્પણ કરવામાં આવ્યા અને આ તમામ કર્મચારીઓ પોતાની યુનિવર્સિટી સાથેની યાદોને હંમેશા જિવંત રાખી શકે તે હેતુથી વૃક્ષના છોડને માવજત કરી, ઉછેરી પર્યાવરણને એક-એક વૃક્ષ વાવી ઉપયોગી થવાના સંકલ્પો પણ કર્મચારીઓ દ્વારા લેવામાં આવ્યાં. કર્મચારી પરિવારના પ્રમુખ અરવિંદ ગોહેલ દ્વારા પ્રવૃત્ત કર્મચારીઓનો નિવૃત્તિ પછીનો સમયગાળો નિરોગી, પ્રવૃત્તિમય અને દિર્ધાયું બની રહે તે માટે શુભેચ્છાઓ આપવામાં આવી. તેમનજ નિવૃત્ત થતા કર્મચારીઓની યુનિ. પરિવાર પ્રત્યે અને સંસ્થા પ્રત્યેના પ્રમાણિકપણા અને નિષ્ઠા વીશે કરેલ કાર્યોને બિરદાવવામાં આવ્યાં. યુનિવર્સિટીના કુલસચિવ ડો. કૌશિક એલ. ભટ્ટ દ્વારા નિવૃત્ત થતા કર્મચારીઓને ઈશ્વર દિર્ધાયું અર્પે અને નિરોગીઅ ને સુખી જીવન વ્યતિત કરે તે માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી. કુલપતિ ડો. મહિપતસિંહ ચાવડા દ્વારા તમામ નિવૃત્ત કર્મચારીઓને નિવૃત્તિની શુભેચ્છાઓ આપવામાં આવી અને નિવૃત્તિનો તેઓનો સમયગાળામાં ઈશ્વર તેમજ લાંબુ આયુષ્ય પ્રદાન કરે અને નિરોગી રહે અને તેઓના પરિવારોની સાથે વટવૃક્ષની ભાતી જીવન પસાર કરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી.