વેલકમ-૩ ફિલ્મ પર કામ શરૂ કરાયુ : ચાહકો ઉત્સુક

1065

નાના પાટેકર અને અનિલ કપુરની જોડી ફરી એકવાર વેલકમ-૩ ફિલ્મમાં નજરે પડનાર છે. તેમની કેમિસ્ટ્રીની સતત સારી નોંધ લેવામાં આવી રહી છે. હવે ફરી આ જોડી જામશે. બોલિવુડની સૌથી સફળ કોમેડી ફિલ્મ પૈકી એક તરીકે વેલકમને ગણવામાં આવે છે. તેના બીજા ભાગને પણ જોરદાર સફળતા હાથ લાગી હતી. જેથી હવે ત્રીજા ભાગ પર કામ શરૂ કરવામાં આવ્યુ છે. આ ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષે શરૂ કરવામાં આવ્યા બાદ ફિલ્મને ઝડપથી પૂર્ણ કરવા માટેની પ્રાથમિક તૈયારી હાથ ધરવામાં આવી છે. ફિલ્મ નિર્માતા નિર્દેશકો ત્રીજા ભાગ પર કામ શરૂ કરી ચુક્યા છે. ફિલ્મમાં અગાઉના મોટા ભાગના કલાકારો નજરે પડનાર છે. મળેલી માહિતી મુજબ હાલના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો વેલકમના ત્રીજા ભાગની શરૂઆત આગામી વર્ષે કરવામાં આવ્યા બાદ તેના પર વધારે કામ શરૂ કરાશે. ફિલ્મમાં અનિલ કપુર, નાના પાટેકર, પરેશ રાવલ પણ કામ કરી રહ્યા છે. ત્રેણયની જોડીને લોકોએ ખુબ પસંદ કરી હતી. વેલકમના બન્ને ભાગને અનીસ બાજમી દ્વારા બનાવવામાં આવ્યા હતા. જો કે કહેવામાં આવ્યુ છે કે ત્રીજા ભાગનુ નિર્દેશન કોઇ નવા નિર્દેશક દ્વારા હાથ ધરવામાં આવનાર છે. રિપોર્ટસ મુજબ વેલકમ અને વેલકમ બેક ફિલ્મ બાદ હવે ત્રીજા ભાગને લઇને તૈયારી શરૂ કરવામા ંઆવી ચુકી છે. ફિલ્મમાં ભરપુર એક્શન સીન રહેશેએવુ જાણવા મળ્યુ છે કે બાકીના કલાકારો સંબંધમાં હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. જો કે અનિલ કપુર, નાના પાટેકર અને અન્યો નિશ્ચિત છે. અનિલ કપુરના નામ પર અંતિમ નિર્ણય પહેલાથી જ કરવામાં આવ્યો હતો. બાઝમી કોમેડી ફિલ્મ બનાવવા માટે જાણીતા રહ્યા છે. ફિલ્મના શુટિંગને ન્યુયોર્કમાં કરવામાં આવનાર છે.

Previous articleસોશિયલ મિડિયામાં ભારે ચર્ચામાં રહેલી પ્રિયા પ્રકાશને અનેક ફિલ્મોની ઓફરો મળી ચુકી છે
Next articleભારત-પાકિસ્તાન વચ્ચે મેચ અબજો લોકો જોવા ઉત્સુક છે