જાફરાબાદના લોર અને વડલી ગામે બે પુલનું ખાતમુર્હુત કરાયું

1174
guj222018-1.jpg

જાફરાબાદના લોર અને વડલી ગામે રૂા.૮૦ લાખના ખર્ચે તૈયાર થનારા બે પુલનું ખાતમુર્હુત કરતા જિલ્લા બાંધકામ ખાતાના ચેરમેન ટીકુભાઈ વરૂ બન્ને ગામમાં થતી આવતી મુશ્કેલીનો અંત આવશે.
જાફરાબાદના લોર અને વડલી ગામ વચ્ચે અતિ મહત્વના બે પુલની વર્ષો જુની સમસ્યાનો અંત લાવતા જિલ્લા બાંધકામ ખાતાના ચેરમેન ટીકુભાઈ વરૂ હસ્તે રૂા.૮૦ લાખના ખર્ચે બે પુલનું ખાતમુર્હુત કરાયું. જેમાં લોર ગામના પૂર્વ સરપંચ અનકભાઈ વરૂ તેમજ તાલુકા પંચાયત સદસ્ય પાંચાભાઈ ડાભીની હાજરીમાં વડલી ગામે મહેન્દ્રભાઈ વરૂ, કુંભા આતા, કેશુભાઈ ગોહિલ, વિનુભાલ સરવૈયા તથા સરપંચ રાજાભાઈ મસરીભાઈ સરવૈયા તેમજ રણછોડભાઈ જાદવભાઈ પૂર્વ સરપંચ સહિતના આગેવાનોની બહોળી સંખ્યામાં હાજરી સાથે અતિ જરૂરી મહત્વના પુલનું ખાતમુર્હુત કરાતા વડલી ગામ તથા લોર ગામમાં ખુશીનો માહોલ છવાયો છે.

Previous articleજામકા ગામે કોળી-આહિરો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ થયું
Next articleરાજુલાના ગોકુલનગરમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાયા