ઢસા હોમગાર્ડ ના જવાન મનજીભાઈ બટુકભાઈ મકવાણા ઢસા ચોકડી ઉપર ફરજ બજાવતા હતા તે દરમ્યાન તેમની નજર એક દસ બાર વર્ષના બાળક ઉપર પડી જે કઈ મુંજાયુ હોય તેવું લાગતા તેની પાસે જઈને પૂછતાછ કરતા માલુમ પડ્યું કે બાળક ભાવનગર પાસેના સિદસર ગામનો રહેવાસી છે અને ઘરે જાણ કર્યા વગર નીકળી ગયેલ છે અને બસમાં બેસીને ઢસા આવી પહોંચેલ છે. હોમગાર્ડ જવાને બાળકને લઈને ઢસા પોલીસ મથકે લઈ જઈને બાળકના ઘરે જાણ કરી તે ત્યાર બાદ હોમગાર્ડ જવાન બાળકને પોતાના ઘરે લઈ જઈ જમાડી ને તેના દાદા ઢસા આવી પહોંચતા પોલિસ મથકે થી જ તેમના બાળકને હેમખેમ સોંપી આપ્યો હતો. ખાખી વરદી પાછળની આવી માનવતા ભાગ્યેજ જોવા મળતી હોય છે તે પછી પોલીસ હોય કે હોમગાર્ડ.