છેલ્લા ઘણાં સમયથી ઢસા ગામમાં મોબાઈલ ટાવરો રહેણાંક વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યાં છે .એક તરફ સરકાર દ્વારા જાહેરાતો આપવાં માં આવે છે કે ટાવરો માંથી નીકળતા રેડિયેશન માણસો બાળકો પંખી પક્ષીઓ જાનવરો માટે ખતરારૂપ છે તો મોબાઈલ ટાવરો રહેણાંક વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યાં તે નહીં દેખાતા હોય તંત્ર ને છેલ્લા ઘણાં સમયથી મોબાઈલ ટાવરો રહેણાંક વિસ્તારમાં હોવાથી અનેક લોકોને નુકશાન ભોગવ્યું પડયું છે. ત્યારે આવી આફતો જેમ કે વાવાઝોડા ના સમયે જો રહેણાંક વિસ્તારમાં ટાવરો ધરાશાયી થાય અને જાનમાલ નું નુકશાન થાય તો જવાબદારી કોની..,?
સરકાર ના નિયમો અનુસાર સ્કુલો શાળા કોલેજ સહીત હોસ્પિટલ રહેણાંક વિસ્તાર ની નજીક મોબાઈલ ટાવરો ની પરમિશન આપવામાં આવતી નથીં. પણ ઢસા ખાતે કોઈ રહેતું જ નહીં હોય ગામમાં એવું સરકારને લાગી રહ્યું હશે. તો જ મોબાઈલ ટાવરો રહેણાંક વિસ્તારમાં નહીં દેખાતા હોય ને હવે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ટાવરો રહેણાંક વિસ્તારમાં થીં હટાવવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.