ભાવનગર રાજકોટ નવો ફોરલેન હાઇવે રીતસર ભ્રષ્ટાચાર ની ચાડી ખાતો દેખાય રર્હો છે. રોડ લેવલ વગર નો બન્યો હોવાનું નિષ્ણાતો કહે છે. નવા ફોરલેન રોડની દશા અને દિશા બન્ને બદલાઈ ગઈ છે.
ભાવનગર રાજકોટ હાઇવે પરના નવા રોડ પર અસંખ્ય ખાડાઓ પડી ગયાં છે હાઇવે પરના નવા જ રોડ ઠેર ઠેર ખાડાઓ સાથે કડ પડી ગઈ હોય જે વાહનો માટે ખતરારૂપ સાબીત થય રહી છે કોઈ વાહન ચાલકો સ્પીડ માં આવતો હોય ને કડ ઉપર ટાયર આવે તો બેલેન્સ ગુમાવે છે ને ગંભીર અકસ્માતો ના બનાવો બંને છે ખાસ કરીને તો ઢસા ભાવનગર હાઇવે રોડ પર આવેલ પુલ સાકડોઅને બન્ને છેડે ગ્રીલ ટુટી જવાનાં હીસાબે અકસ્માતો ની સંખ્યા માં પણ વધારો જોવાં મળી રહો છે લોકો મોતને ભેટી રહ્યા છે જે બાબત ચિંતાજનક છે હજું થોડાં સમય પહેલાં કરોડો રૂપિયા ના ખર્ચે હાઈવે રોડ નવો બનાવવા માં આવ્યો પરંતુ સ્થિતિ એ સર્જાઈ છે કે હાઇવે નું કામ તકલાદી અને બોગસ થયું હોય તેવું સ્પષ્ટ પણે દેખાય રહું છે હાઇવે રોડ રીતસર ભષ્ટચાર ની ચાડી ખાતો દેખાય રર્હો છે પણ આહી થી પસાર થનાર કોન્ટ્રાક્ટર અધિકારી કે રાજનેતાઓને આખે પાટા હશે તેવું લાગે છે હાઇવેમાં લોકોના જીવ સાથે ચેડાં થયાં છે ભાવનગર રાજકોટ હાઇવે મોતનો હાઈવે બન્યો છે પ્રજાનાં કરોડો રૂપિયાનું પાણી થયું છે નવો હાઈવે રોડ ભંગાર હાલતમાં છે ત્યારે આ રોડ કેમ સરખો કરવામાં આવતો નથીં અથવા કરોડો રૂપિયા ના ખર્ચે નવો બનાવવા માં આવેલ રોડની તપાસ કેમ કરવામાં આવતી નથી.