આયુષ્યમાનની પત્ની તાહિરા ફિલ્મ શર્માજીકી બેટીથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરશે

753

આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ફિલ્મ ‘શર્માજીકી બેટી’થી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહી છે.

આ ફિલ્મમાં બે મહિલા અભિનેત્રીઓને લેવાની વાત છે. સામાન્ય રીતે મહિલાઓને સમાજમાં જે તકલીફો વિવાદો  અને સંઘર્ષનો સામનો કરવો પડતો હોય છે  તેને આ ફિલ્મમાં વણી લેવામાં આવશે.

માધુરી દીક્ષિત આ ફિલ્મનો હિસ્સો હશે તેવી પહેલા વાત હતી. પરંતુ હજી સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આયુષ્યમાન ખુરાના આ ફિલ્મનો હિસ્સો નહીં હોય તેમ તાહિરાએ જણાવ્યું હતું. આયુષ્યમાન પાસે ફિલ્મોની તારીખોનો અભાવ હોવાથી તે આ ફિલ્મમાં કેમિયો પણ નહીં કરે તેમ આયુષ્યમાનની પત્નીએ જણાવ્યું હતું.

પરંતુ સૂત્રના પ્રમાણે આયુષ્યમાન આ ફિલ્મમાં વિશેષ ભૂમિકામાં જોવા મળશે. જોકે  આ વાતને હજી ફિલ્મસર્જકનું સમર્થન મળ્યું નથી. જો  આમ થશે તો પતિ-પત્ની ફિલ્મમાં સાથે કામ કરશે. રસપ્રદ વાત તો એ છે કે, પતિ-પત્ની એક વેબસિરીઝમાં પણ સાથે કામ કરવાના છે.

Previous articleતનુશ્રીએ મુંબઈ પોલીસ પર આરોપ લગાવીને કહ્યું, પૈસા ખાઈને હેરેસમેન્ટનો કેસ બંધ કર્યો
Next articleવરસાદમાં ભીંજાતી રવિનાની સ્ટાઈલ કોપી કરવા જઈ રહી છે કૈટરીના કૈફ