ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી પાંચમી જુલાઇના રોજ યોજાવાની જાહેરાત ચૂંટણીપંચે કરી છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ પોતાની હાર સ્વીકારી છે.તેમણે આજે એક ટિ્વટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે, ’અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાયા, તે બંન્નેએ રાજ્યસભાની સીટ ખાલી કરી. કોંગ્રેસ પાસે એક બેઠક જીતવા માટે ધારાસભ્ય હતાં. હવે બંન્ને સીટો બીજેપી જીતશે, કારણ કે તેમની પાસે ચૂંટણી પંચ છે. ’ મહત્વનું છે કે ચૂંટણી પંચે અલગ અલગ મતદાન રાખવામાં આવતા તેમણે આવું નિવેદન કરાયુ હોવાની શક્યતા છે.
નોંધનીય છે કે રાજ્યસભાની ચૂંટણી ગયા વખતે રસપ્રદ રહી હતી. ગયા વખતે રાજ્યભાની ૩ બેઠકો માટે જંગ થયો હતો. જેમાંથી એક કોંગ્રેસ અને બે ભાજપના ફાળે ગઈ હતી. ભાજપે ત્રણેય સીટ મેળવવા માટે અને કોંગ્રેસે પોતાની સીટ જાળવી રાખવા માટે અનેક પ્રયાસો કર્યા હતા. ચૂંટણી છેક સુધી રસાકસીભરી રહી હતી.