મહુવા સરકારી કચેરીમાં સેવારત મહિલા કર્મી વિરૂધ્ધ થયેલ કોર્ટ કેસમાં કોર્ટે મહિલા તરફી ચુકાદો આપ્યા બાદ કર્મીને ફરજ પર ન લેતા મહિલાએ ભાવનગરમાં ધરણા યોજ્યા હતા.
સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર, મહુવામાં ભવાની મંદિર રોડ પર રહેતા તનીબેન ભીખાભાઈ મહુવા સ્થિત બાગાયત કચેરીમાં ફરજ બજાવતા હોય જેમાં તેમના વિરૂધ્ધ લેબર કોર્ટમાં કેસ થવા પામેલ. આ કેસ ચાલતા કોર્ટે ચુકાદો મહિલા કર્મીની તરફેણમાં જાહેર કરેલ અને મહિલાએ પુનઃ કામ પર લેવા જવાબદાર તંત્રને અરજી પણ કરેલ. આમ છતાં અધિકારીએ કોર્ટના આદેશને માન્ય ન રાખતા મહિલાએ પોતાની માંગને લઈને નાયબ બાગાયત કચેરી નવાપરા ટેકનીકલ હાઈસ્કુલના ગ્રાઉન્ડ ખાતે એકદિવસીય પ્રતિક ધરણા યોજ્યા હતા.