બોટાદ સાળંગપુર રોડ ઉપર અકસ્માત બેનાં ઘટના સ્થળે મોત

1038

બોટાદ થી સારંગપુર જતા રસ્તામાં બે ટુ વ્હીલ લઈને જતાં રસ્તામાં ચાર વ્યક્તિઓ નું જોરદાર અકસ્માત થયેલ હતું અકસ્માતમાં બે વ્યક્તિનું મૃત્યુ નીપજેલ અને અન્ય બે ને ખૂબ જ બીજા પહોંચ્યા હતી ઇજાગ્રસ્ત ને બોટાદ ની સબીહા હોસ્પિટલ માં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવેલ હતા અને મૃત્યુ પામેલ ને બોટાદ ની સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મૃત્યુ પામેલ વ્યક્તિ ના નામ સમીરભાઈ શરીફભાઈ  મૂળિયા, અમન ભાઈ આરીફ ભાઈ માકડ   અને આના સિવાય બે ઈજાગ્રસ્ત ના નામ અરબાઝ ભાઈ અબદુલભાઇ ગાંજા, અરબાજ ભાઈ નાસીર ભાઈ ભુરાની હોવાનું સૂત્રો દ્વારા માહિતી મળી આવેલ હતી આ બનાવ બનવા ની સાથે જ બોટાદ શહેર તેમજ મુસ્લિમ સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગયેલ હતી.

Previous articleરાણપુરમાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ ઉજવાયો
Next articleપ્રોહિબિશન અને મિલ્કતને નુકશાન કરવાનાં ગુનાનો ફરાર આરોપી ઝબ્બે