ભારત અને મ્યાનમાર બોર્ડર પરના ઉગ્રવાદી કેમ્પો પર ભારતીય સેનાએ મ્યાનમાર આર્મી સાથે ભેગા મળીને હાથ ધરેલા એક સંયુક્ત ઓપરેશનના ભાગરુપે ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. મહત્વની વાત એ છે કે, ઓપરેશન સનશાઈન હેઠળ આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલા હુમલામાં સેંકડો આતંકીઓનો સફાયો તો કરાયો જ છે પણ તેની સાથે સાથે હુમલા બાદ ભાગી રહેલા ૮૦ જેટલા આતંકીઓને સેનાએ પકડીને સ્થાનિક પોલીસને સોંપી દીધા છે.
ભારત દ્વારા મ્યાનમાર બોર્ડર નજીક મોટા પાયે રસ્તા બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે. જેના પર આતંકવાદી સંગઠનો આતંકી હુમલો કરવાની ફિરાકમાં હોવાની બાતમી મળ્યા બાદ સેનાએ ઓપરેશન સનશાઈન હેઠળ ફેબ્રુઆરી માસમાં પણ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી.
એ પછી ૧૬ થી ૮ જૂન વચ્ચે ફરી સર્જિકલ સ્ટ્રાઈક કરાઈ છે.
બીજી તરફ મ્યાનમાર સેનાએ પણ પોતાની સરહદમાં આવેલા સાત થી આઠ કેમ્પોનો સફાયો કર્યો છે. જેમાં મુખ્યત્વે નાગાલેન્ડના વિદ્રોહીઓ હતા. ૨૦૧૫માં તેમણે ભારત સરકાર સાથેના યુધ્ધ વિરામને ફગાવી દીધો હતો. હવે મ્યાનમાર સેના આ વિસ્તારમાં બીજા ત્રણ મહિના સુધી રહેશે. જેથી ઉગ્રવાદીઓ ફરી ભેગા ના થઈ શકે. આ દરમિયાન ભારતીય સેના મ્યાનમાર સેનાને જરૂરી સપ્લાઈ પુરો પાડશે.