બીસીસીઆઈએ ટ્વીટર પર રોહિત શર્મા અને ચહલનો એક વીડિયો શેર કર્યો છે. ૨.૧૯ સેકન્ડના આ વીડિયોમાં ચહલે ખુલાસો કરતાં કહ્યું કે, રોહિત શર્માના પર્ફોર્મન્સ પાછળ તેમની પુત્રી સમાયરા છે. તેણે કહ્યું કે, સમાયરા ઈંગ્લેન્ડમાં હોવાને કારણે રોહિતે ધમાકેદાર બેટિંગ કરી હતી. બંને મેચ સમયે સમાયરા ઈંગ્લેન્ડમાં હાજર હતી. તો વનડેમાં ૨૪ સદી પૂરી કરવા પર ચહલે કહ્યું કે, આ સેન્ચુરી પાછળ ભાભીનો રોલ રહ્યો છે. મજાકિયા અંદાજમાં ચહલે કહ્યું કે, ભાભી આજકાલ બે બાળકોને સંભાળી રહી છે. પાકિસ્તાન સાથેના મુકાબલા અંગે ચર્ચા કરતાં રોહિતે કહ્યું કે, કુલદીપે સારી બોલિંગ કરી હતી. બાબર આઝમ અને ફખર ઝમાન જ્યારે પાર્ટનરશિપમાં આગળ વધી રહ્યા હતા, ત્યારે કુલદીપે ટીમને બ્રેક થ્રૂ અપાવ્યું હતું. રોહિતે કહ્યું કે, આ વિકેટ પાછળ ચહલનો હાથ હતો. ચહલે કુલદીપની બોલિંગમાં ચેન્જ માટે જણાવ્યું હતું. જે બાદ રોહિતે કુલદીપની બોલિંગ ચેલેન્જ અંગે કહ્યું હતું. અને તે બાદ જ કુલદીપે બાબરને પેવેલિયનમાં મોકલીને પાકિસ્તાનને ઝટકો આપ્યો હતો.