પશ્ચિમ બંગાળમાં ડોક્ટર ઉપર થયેલા હુમલાના વિરોધમાં રાજ્યમાં સોમવારે એક દિવસની હડતાળ પાડવામાં આવી. ડોક્ટરોને હડતાળ નહિ પાડવાની ગુજરાત સરકારની વિનંતીને ઠુકરાવી ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચ હડતાલ પર ઉતરી. એસોસિયેશન સાથે જોડાયેલા અમદાવાદના ૯ હજાર ડોક્ટરો સહિત રાજ્યના ૨૮ હજારથી વધુ ડોક્ટરો આ હડતાળમાં જોડાયા. જોકે ઈમરજન્સી તબીબી સેવાને અસર નહિ થાય તેવી ખાતરી ડોક્ટરોએ આપી. આખા રાજ્યભરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યાં છે. કોલકાતામાં હમણાં જ એનઆરએસ મેડિકલ કોલેજ ખાતે ડો. પરિબાહા મુખર્જી ઉપર હુમલો કરાયો હતો, જેના વિરોધમાં અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે ડોક્ટરોએ રેલી કાઢી હતી. ડોક્ટરોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે, ડોક્ટરો ઉપર થતાં હુમલા રોકવા માટે રાષ્ટ્રીય સ્તરે કાયદો ઘડવો જોઈએ. નવા કાયદામાં હુમલા બદલ ઓછામાં ઓછી સાત વર્ષની સજાની જોગવાઈ કરવી જોઈએ. પોક્સોના કાયદાની માફક તરત જ ફરિયાદ નોંધાય અને પગલાં લેવાય તેવું થવું જોઈએ. મહેસાણાનાં તબીબ એસોસિયને હુમલાના વિરોધમાં તબીબોને ઓ.પી.ડી સેવાથી વંચિત રહેવાનું હતું. મહેસાણાનાં તમામ ડોકટરો મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખાતે થયા એકઠા થયા. મહેસાણાનાં ૨૫૦ કરતા વધુ ડોકટરો હડતાળમાં જોડાયા. મહેસાણામાં તમામ દવાખાનામાં ઇમરજન્સી સેવા રહેશે ચાલુ રાખવામાં આવી હતી. સુરતના સિવિલ અને સ્મિમરે હોસ્પિટલમાં તબીબોએ એક દિવસની હડતાળ પર સુરત નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત ૨૦૦ હોસ્પિટલના ૪ હજાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. સુરત સિવિલ હોસ્પિટલમાં વલસાડ, તાપી અને નવસારીનાં ૫૦થી વધુ ડોક્ટર એક દિવસ માટે ડેપ્યુટ કરાયા હતા.
વડોદરાઃ વડોદરાના તબીબોની હડતાળને પગલે ઓ.પી.ડી સેવાથી અલિપ્ત રહ્યા. સયાજી સહિત ગોત્રી હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટર્સ ઓ.પી.ડી અને ઇન્ડોર સેવાઓથી દૂર રહ્યા. હડતાળને પગલે સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં ઓ.પી.ડી સેવાઓ માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. હુમલાના વિરોધ માટે યોજાયેલ હડતાલમાં શહેરના ૩ હજાર તબીબો જોડાયા. સયાજી અને ગોત્રી બંને સરકારી હોસ્પિટલમાં ઇમરજન્સી અને આઈ.સી.યૂમાં તબીબો ફરજ બજાવી.
જુનાગઢઃ જૂનાગઢમાં પણ ખાનગી તબીબો ૨૪ કલાકની હડતાળ પર ઉતર્યા હતા. જૂનાગઢ સ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ એન. એમ. લાખાણી અને સેક્રેટરી સંજયભાઇ જાવીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં પણ અંદાજે ૨૫૦થી વધુ ખાનગી તબીબો જડબેસલાક હડતાળ પર ઉતર્યા.
જામનગરઃ જામનગર જી.જી. હોસ્પિટલના જુનિયર ડોક્ટર એસોસિએશને ૧૭ જૂને પ્રતિક હડતાળનું એલાન કર્યું હતું. જેમાં તમામ જુનિયર ડોક્ટરો સેવાથી અલિપ્ત રહ્યા. ફક્ત ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી. જે ઇમરજન્સીમાં ફરજ બજાવનાર તબીબોએ પણ કાળી પટ્ટી ધારણ કરી હતી.