વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા અને હજુ પણ કેટલાક રોલ કરી રહેલા મિથુન ચક્રવર્તિના પુત્ર મહાઅક્ષય ચક્રવર્તિ હાલમાં સોશિયલ મિડિયા પર એક એક લોકપ્રિય પોર્ન સ્ટાર સાથે નજરે પડ્યા બાદ તેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. ફોટોમાં તે લોકપ્રિય પોર્ન સ્ટાર કેડન ક્રોસની સાથે નજરે પડ્યો હતો. મહાઅક્ષયએ કેડન ક્રોશને મળ્યા બાદ પોતાની ખુશી પણ વ્યક્ત કરી છે. મિમોહે લખ્યુ છે કે તે ખુબસુરત અને વિનમ્ર કેડન ક્રોસને મળીને ભારે ખુશ છે. મહાઅક્ષયને મિમોહ તરીકે પણ ચાહકો ઓળખે છે. તે કેટલીક ફિલ્મોમાં પણ ભૂમિકા અદા કરી ચુક્યો છે. જો કે તે બોલિવુડમાં બિલુકલ સફળ રહ્યો હતો. તેની કેરિયર ફિલ્મમાં આગળ વધી શકી નથી. તે હાલમાં લોસએન્જલસમાં રજા ગાળી રહ્યો છે. મિમોહ છેલ્લે વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ઇશ્કેદારિયામાં નજર પડ્યો હતો. બોલિવુડમાં તેને ઓળખ વર્ષ ૨૦૧૧માં આવેલી ફિલ્મ આઇ હોન્ટેડ મારફતે મળી હતી. જો કે તે લાંબા સમયથી હવે ફિલ્મોથી દુર છે. જ્યારે મિથુન હજુ પણ સક્રિય સ્ટાર તરીકે છે.
એક સમય ંમિથુન બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે હતો. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફસ પર સફળ સાબિત થઇ રહી હતી.
બીજી બાજુ ખુબ જ લોકપ્રિય થયેલી ચર્ચાસ્પદ પોર્ન સ્ટાર કેડન ક્રોસના ચાહકો માત્ર ભારતમાં જ નહી બલ્કે વિશ્વના અન્ય દેશોમાં પણ છે. તે અનેક પોર્ન ફિલ્મોમાં કામ કરી ચુકી છે. મિમોહની સાથે ગાળેલા સમયના સંબંધમાં કેડન ક્રોશે હજુ કોઇ વાત કરી નથી. પરંતુ આગામી દિવસોમાં બોલિવુડમાં કેટલાક કાર્યક્રમમાં આ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. મિથુન હાલમાં જુદા જુદા ટીવી શોમાં નજરે પડે છે. તેની તબિયત પણ સારી રહેતી નથી.