મનપા બજેટઃ ગરીબ આવાસ, મલ્ટિલેવલ ર્પાકિંગ ખોવાયા

635
gandhi322018-1.jpg

મહાપાલિકાના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાંથી લોકોને ઉપયોગી બને તેવી અગાઉના વર્ષોમાં જાહેર કરાયેલી યોજનાઓની બાદબાકી કરી દેવામાં આવી છે. ગત વર્ષના બજેટમાં હાઉસિંગ સ્કીમ માટે રૂપિયા ૧૦ કરોડની પ્રાથમિક જોગવાઇ કરવાની સાથે કમિશનરે કોલવડામાં સરકારે વિવેકાનંદનગર નામે ૮૦૦ ફ્‌લેટની ગરીબ આવાસ યોજના અમલી કરી છે. તેની નજીકમાં જ સરકારી પડતર જમીન મહાપાલિકાની આવાસ યોજના માટે ફાળવવા સરકારમાં દરખાસ્ત કરાઇ હતી. શહેરી ગરીબ આવાસ યોજનાના હેડમાં ૫ કરોડ ફાળવાયા હતાં.
ર્પાકિંગની પારાયણ જ્યાં રોજની છે તેવા સેક્ટર ૨૧માં મલ્ટી લેવલ ર્પાકિંગ માટે ૨૦ કરોડની જોગવાઇ કરાઇ હતી. પરંતુ કોણીએ ગોળ જેવી આ યોજના જમીન પર ઉતર્યા પહેલા બજેટમાંથી નામશેષ થઇ ગઇ છે. પાટનગરમાં એક સમયે પરિવહનની ખાનગી બસોને પણ સીએનજી કરાઇ હતી. પરંતુ હવે તે પણ ડિઝલના ધુમાડા ઓકતી થયા પછી બજેટમાં પર્યાવરણના જતન માટે ઇકો ટ્રાન્સપોર્ટેશનના રૂપકડા નામ આપીને ઇલેકટ્રીક વાહનો મુકવા તથા તેના અંતર્ગત બેટરી ઓપરેટેડ બસ પણ ખરીદવાની યોજના બજેટમાં વર્ષ ૨૦૧૫ અને ૨૦૧૬માં સમાવાઇ હતી.
જેના માટે ૧.૨૦ કરોડની જોગવાઇ કરાઇ હતી. પરંતુ સામાન્ય શહેરી બસ સેવા નવેસરથી શરૂ કરી દઇને મહાપાલિકાએ ઉપરોક્ત યોજના આખરે પડતી મુકી દીધી છે.આમ આ બજેટમાં સામાન્ય માનવીને માટે કોઈ ખાસ હરખાવા જેવુ લાગતુ નથી.
અમદાવાદમાં પીરાણા ડમ્પિંગ સાઇટ વિવાદ અને ટીક્કાનો મુદ્દો બન્યો છે અને ગાંધીનગરમાં કોઇ યોગ્ય સાઇટ કચરાના નિકાલ માટે નથી. ત્યારે સાયન્ટીફિક લેન્ડ ફીલ સાઇટ વિકસાવવા આ વખતના બજેટમાં પણ ૨૦ કરોડની જોગવાઇ કરાઇ છે, ઉપરાંત તેને લગતા સાધનો વાહનો માટે ૭ કરોડની જોગવાઇ કરાઇ છે. પરંતુ સાઇટના વિવાદના કારણે આ દિશામાં દાયકાઓથી કામ થતું નથી.

Previous articleશંકરસિંહ વાઘેલાની ભાજપમાં ઘરવાપશીની અટકળો-ચર્ચા તેજ
Next articleમધ્યાહન ભોજનનું રસોડુ બંધ તંત્રના આદેશથી શિક્ષકોએ વ્યવસ્થા કરી