સત્ય પ્રેમ કરુણા ગ્રુપ ઉમરાળા દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણનું આયોજન કરાયું છે. અલગ અલગ ૧૦ તબક્કા માં વૃક્ષારોપણ યોજાશે. પ્રથમ તબક્કામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉમરાળામાં આયોજન કરાયું હતું.
આજના કાર્યક્રમની શરૂઆતમાં બિહારના મુઝફ્ફરપુરમાં તાવના લીધે મૃત્યુ પામેલ ૧૩૩ બાળકોને શ્રદ્ધાંજલિ આપેલ હતી. પ્રથમ તબક્કામાં ૧૨૫ પિંજરાના દાતા અશોકભાઈ કુરજીભાઈ દ્વારા પ્રથમ વૃક્ષ રોપ્યા બાદ વનવિભાગના અધિકારી બારડ સાહેબ તથા એમના સંપૂર્ણ સ્ટાફ, સરકારી હોસ્પિટલના ડો. રામદેવપુત્રમ ડો.જીવાણી સાહેબ તથા સ્ટાફ , સરપંચ તથા ગ્રામપંચાયત સ્ટાફ, તાલુકા ક્ષત્રિય સમાજના પ્રમુખ રણધીરસિંહજી ગોહિલ, ડો. લીંબાણી, સત્ય પ્રેમ કરુણા ગ્રુપ ના ઈલિયાસ બાપુ તથા સાપ રેસ્ક્યુ ટીમના જયદેવભાઈ , પી.એમ.સર્વોદય હાઈસ્કૂલ મકવાણા, કુકડીયા તથા વિદ્યાર્થીઓ, કેન્દ્રવર્તી શાળા આચાર્ય ઉપેન્દ્રસિંહ તથા સ્ટાફ, આધ્યાત્મિક સાધના કેન્દ્ર ના ધર્મેન્દ્રભાઈ , સંસ્કૃતિ એકતા યુવા ગ્રુપના વિનોદગિરી તથા ગામના આગેવાનો અને વેપારીઓ જોડાયા હતા.