કડિયાળી પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડટ અંતર્ગત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ યુનિફોર્મમાં મનોરમ્ય પરેડથી લોકોના દિલ જીતી લીધા હતાં. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણાબળ પુરૂ પાડીને પોલિસ પ્રત્યેનો ભય દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. એસપીસી વિદ્યાર્થીઓને જાફરાબાદ પોલીસ સ્ટેશનની મુલાકાત પણ કરવામાં આવી હતી. ર૬મી જાન્યુઆરી રોજ ઘણા બધા કાર્યક્રમો અને રમત-ગમતની અનેક સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. માધ્યમિક શાળાના શિક્ષક ભાવેશભાઈ વેકરીયાએ યોગ અંતર્ગત તૈયાર કરાવેલી રોપ મલખંભની પ્રવૃતિએ બેઠેલા સૌ કોઈ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં. રમત-ગમતમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર મેળવનારને મેડલ અને સર્ટીફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમ કડિયાળી ગામના સરપંચ, ઉપસરપંચ તથા આગેવાનો તથા જાફરાબાદ પોલિસ સ્ટેશનમાંથી ભુપેન્દ્રભાઈ હાજર રહ્યા હતાં.