સુરતના પલસાણામાં ટેમ્પો પલટી મારવાની ઘટના બની હતી. ટેમ્પો પલટી ખાઇ જતાં ટેમ્પામાં સવાર ૨૫થી વધારે મજૂરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે સુરતા પલસાણાના બારડોલીના તરભણ ગામેથી પલસાણાની વિનીત નામની કંપનીમાં મજૂરો ભરીને ટેમ્પો પસાર થતો હતો. ત્યારે ટેમ્પોનું ટાયર ફાટતા ચાલકે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. આ ઘટનાના પગલે ટેમ્પોમાં સવાર ૨૫ જેટલા મજૂરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે બારડોલીની સરદાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ક્ષમતા કરતા વધારે મુસાફરોને બેસાડીને લઇ જવાની પણ સ્થાનિક લોકોમાં ફરિયાદ ઉઠી છે. તમામ ઇજાગ્રસ્તો તરભણ ગામના હોવાનું પ્રાથમિક અનુમાન છે.