વિશ્વ પર્યાવરણ દિવસે ત્રિવિધ કાર્યક્રમમાં જોડાતા સ્કાઉટ-ગાઇડ

508

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ-ગાઇડ સંઘ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે સવારે રાજ્ય પુરસ્કારની તૈયારી કરતા સ્કાઉટ ગાઇડ અને રીવર રેન્જર દ્વારા વૃક્ષપૂજનનો કાર્યક્રમ યોજવામાં આવેલ બાદ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ બોટાદ રેન્જ સાથે રહી રોપા વિતરણનાં કાર્યક્રમમાં જોડાયા હતા. અને ૩૦૦ થી વધુ રોપાનું  વિતરણ કર્યું હતું. જ્યારે સાંજના સમયે મહિલા કોલેજ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ ભાવનગરના ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાયેલ જેમાં વૃક્ષોના જતન માટેની પ્રતિજ્ઞા ઉપસ્થિત સ્કાઉટ ગાઇડ અને રોવર રેન્જરે લીધી હતી. અને વૃક્ષારોપણ બાદ વૃક્ષ ઉછેરવાની પણ જવાબદારી સ્વીકારી હતી.

Previous articleરાજુલાના ખેડૂતોમાં કોંગ્રેસ દ્વારા પાક વિમો મંજુર થયાના ખોટા મેસેજ વાયરલ
Next articleમાર્શલ આર્ટની ઇન્ટરનેશનલ ટાઈકૉન્ડો રમતમાં દિલ્લી ખાતે ગૉલ્ડ મેડલ મેળવ્યો