પોલીસ સ્ટેશનમાંથી એકટીવાની ચાવી ચોરાઇ, ફરિયાદ માટે CMને રજૂઆત

501

સાંથલ ગામના મનોજભાઇ ભરતભાઇ પટેલ ગત ૧૨ જૂને સાંજે ૪ વાગ્યે એકટીવા પર મોબાઇલ ફોન પર વાતચીત કરતા હોવાથી અને એકટીવાના ડોક્યુમેન્ટ ના હોઇ મોઢેરા ચોકડી પાસેથી એએસઆઇ તેજલબેન દેસાઇએ તેમને ઝડપેલા, જ્યારે પીએસઆઇ બોરાએ એકટીવા ડિટેઇન કરી આરટીઓ મેમો આપ્યો હતો.

મનોજ પટેલે આરટીઓમાં મેમો ભરી દીધા બાદ એકટીવા અને તેની ચાવી મેળવવાનો હક્કદાર હોવા છતાં તે મળી ન હોઇ એકટીવાની ચોરી થાય તો પોલીસને જવાબદાર ઠરાવતું લેખિત સ્થાનિક પોલીસ, ડીએસપી, કલેકટર, મુખ્યમંત્રીને આપી જવાબદારો સામે પગલાં નહીં લેવાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી બતાવી હતી.

Previous articleટીવીમાં બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગતા માતા-પુત્રીના મોત
Next articleઆફ્રિકા પર જીત હાંસલ કરવાનુ પાક ઉપર દબાણ