રાજુલા એસ.ટી. રૂટ શરૂ નહિ કરે અને છકડો રીક્ષા બંધ થશે તો ૪૦ જેટલા ગામડાંઓના માર્ગો સુમસામ થશે

954

રાજુલા – જાફરાબાદ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોના શહેરી વિસ્તાર સાથેનો સંપર્ક હોય છે પણ જો એસ.ટી. તંત્ર ગ્રામ્યના રૂટો શરૂ નહિ કરે અને છકડો બંધ થશે તો ગ્રામ્ય વિસ્તારો માર્ગો સુમસામ થશે તેવું જાણવા મળ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના ચાંચ, ખેરા, પિત્તવા, સમઢીયાળા, કાતર, બારપટોળી, કોવાયા, કુંડલિયાળા, વડલી, ચારોળીયા સહિતના ૩૫ જેટલા ગામો છે જેનું પરિવહન માત્ર છકડો રીક્ષા આધારીત છે તો જાફરાબાદના લોઠપુર, લુણસપુર, વધેરા, બ્લાના, રોહિસા સહિતના ૨૫ ગામો છે  જે છકડો રીક્ષા આધારીત પરીવહન છે.

એવી ચર્ચા છે કે છકડો રીક્ષા આવનારા સમયમાં બંધ થનાર છે. તો એસ.ટી. તંત્ર આવા રૂટ શરૂ નહિ કરે તો માર્ગો સુમસામ બનશે ત્યારે એસ.ટી. તંત્ર ગ્રામ્ય રૂટો શરૂ કરે તેવી માંગણી ઉઠી છે.

Previous articleદામનગરમાં નવા બસ સ્ટેન્ડનું  લોકાર્પણ
Next articleભાવનગર પશ્ચિમનાં ત્રણ વોર્ડમાં જીતુભાઇ વાઘાણીનાં હસ્તે વિકાસ કામોનાં ખાતમુહૂર્ત