અમેરિકાના શક્તિશાળી સર્વિલન્સ ડ્રોનને તોડી પડાયા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ખુબ જ વધી ગયો છે. ગત દિવસોમાં અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિક્ષદની બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો છે. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સોમવારે વધુ એક નવો પ્રતિબંધ લગાવવાનું એલાન કર્યું છે. આ ઉપરાંત ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, ઈરાન સામે સૈન્ય કાર્યવાહી પર પણ વિચાર કરી રહ્યા છે.ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કહ્યું કે, ઈરાન સામે સોમવારે નવા પ્રતિબંધ લગાવાશે. જો કે ટ્રમ્પે તેના પહેલાં જ કહ્યું હતું કે, ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનું કામ કરવાનું બંધ કરી દે તો, અમેરિકા તેનું સારું દોસ્ત બની શકે છે.ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, અમે ઈરાનની ઉપર સોમવારે નવા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યા છીએ. જો કે તેઓએ એમ પણ કહ્યું કે, હું એ દિવસની રાહ જોવું છું, જ્યારે ઈરાનની ઉપર તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવશે. અને તે ફરીથી પ્રોડક્ટિવ તેમજ સમૃદ્ધ દેશ બની જશે. આ જેટલું જલ્દી થાય તેટલું સારું છે.આ ઉપરાંત ટ્રમ્પે કહ્યું કે, તે ઈરાનની સામે સૈન્ય કાર્યવાહી કરવા પર પણ વિચાર કરી રહ્યા છે. જણાવી દઈએ કે, ઈરાનને આ અઠવાડિયામાં અમેરિકાનું એક જાસૂસી ડ્રોન તોડી પાડ્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે, તેઓએ ગુરુવારે નિર્ધારિત કરેલ એક સૈન્ય હુમલાના પ્લાનન પરત ખેંચી લીધો છે. જ્યારે તેમને ખબર પડી કે આ હુમલાથી ૧૫૦ લોકોનાં મોત થઈ શકે છે.