પાકિસ્તાનની અવળચંડાઇ : કરતાપુર કોરિડોર મુદ્દે ભારતની શરતો ફગાવી

412

કરતારપુર કોરિડરના સંચાલન માટે પાકિસ્તાને ભારતના તમામ પ્રસ્તાવોનો વિરોધ કરતાં પોતાની શરત અને નિયમો નક્કી કરી દીધા છે. ભારતનો પ્રસ્તાવ છે કે, શીખોનાં સૌથી પવિત્ર સ્થળોમાંના એક કરતારપુર કોરિડોરને આખું વર્ષ ખુલ્લુ રાખવામાં આવે. જેથી તીર્થયાત્રીઓને સરળતા રહે. પણ પાકિસ્તાને આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી હતી. કરતારપુર શીખોના પહેલા ગુરુ નાનક દેવનું કર્મસ્થળ છે. પાકિસ્તાને ભારતના તમામ પ્રસ્તાવાનો ફગાવતાં કહ્યું કે, ફક્ત ૭૦૦ તીર્થયાત્રી જ કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન કરી શકે છે.એક સરકારી ઓફિસરના કહેવા પ્રમાણે પાકિસ્તાને કહ્યું છે કે, તીર્થયાત્રિકોને કરતારપુર સ્પેશિય પરમિટ સિસ્ટમ હેઠળ પ્રવેશ અપાશે. સાથે જ તેના માટે ફી પણ ચૂકવવી પડશે. તો ભારતનો પ્રસ્તાવ હતો કે, તીર્થયાત્રિકોને કરતારપુર આવવા માટે કોઈ વિઝા લેવા ન પડે અને કોઈ ટ્રાવેલ ફી પણ ન હોય.

ભારતનો એ પણ પ્રસ્તાવ હતો કે, ભારતીય નાગરિકો ઉપરાંત પ્રવાસી ભારતીયોને પણ તીર્થયાત્રા પર આવવાની પરમિશન આપવામાં આવે. પણ પાકિસ્તાને તેના માટે મનાઈ ફરમાવી દીધી અને કહ્યું કે, ફક્ત ભારતીય નાગરિકોને જ આવવા માટેની પરમિશન અપાશે.

ભારતનો એ પણ પ્રસ્તાવ હતો કે, તીર્થયાત્રિકોને આખું વર્ષ અને અઠવાડિયાના સાત દિવસ તીર્થયાત્રા કરવાની મંજૂરી આપવામાં આવે. પણ પાકિસ્તાન અહીં પણ આડું ફાટ્યું. તેણે કહ્યું કે, તીર્થયાત્રિકોને જ્યારે અનુમતિ આપવામાં આવશે ત્યારે જ તેઓ આવી શકશે. ભારતનું કહેવું હતું કે, દરરોજ પાંચ હજાર લોકોને તીર્થયાત્રાની મંજૂરી આપવામાં આવે. પણ પાકિસ્તાને કહ્યું કે, ૭૦૦થી વધારે તીર્થયાત્રિકોને મંજૂરી આપવામાં નહીં આવે. આ ઉપરાંત રાવી નદી પર પુલ નિર્માણ અને કરતારર કોરિડોરમાં પદયાત્રા પર આવતાં દર્શનાર્થીઓ પરનાં પ્રસ્તાવ પર પાકિસ્તાને કોઈ જવાબ આપ્યો નથી.

Previous articleભત્રીજા આકાશને કોઓર્ડિનેટર બનાવવાનો માયાવતીનો નિર્ણય
Next articleબાડમેરમાં રામકથા દરમિયાન મંડપ ધરાશાયી થતા ૧૭ મોત