ગિરનારમાં યોજાઈ આરોહણ-અવરોહણ સ્પર્ધા

651
bhav5-2-2018-8.jpg

 અખિલ ભારત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આજે યોજાઇ છે. જેમાં ૧૦ રાજ્યનાં ૪૨૫ સ્પર્ધકઓએ વહેલી સવારે ૭ વાગ્યાથી ઉંચા ગઢ ગિરનારને આંબવા દોટ મુકી છે. સવારે ૭ વાગ્યે ભાઇઓની પ્રથમ ટુકડી રવાનાં થઇ હતી. બાદમાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાનાર છે.
૧૦ રાજ્યના ૪૨૫ સ્પર્ધકોએ ભાગ લીધો, માળી પરબ સુધીની સ્પર્ધા અને ભાઇઓ માટે અંબાજી સુધીની સ્પર્ધાઅતિ કઠિન અને જોખમી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા આજે સવારે ૭ વાગ્યેથી શરૂ થઇ હતી.. સવારે ૭ વાગ્યે ભાઇઓની પ્રથમ ટુકડીને રવાના કરવામાં આવી હતી. બપોરે ૧૨ વાગ્યે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાનાર છે. આ સ્પર્ધામાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ હાજર રહ્યાં હતા. ગિરનાર સ્પર્ધામાં ગુજરાતનાં ૧૦૧, મહારાષ્ટ્રનાં ૩૪, દીવનાં ૫૫, હરિયાણાનાં ૩૪, રાજસ્થાનનાં ૧૦૩, ઉત્તરપ્રદેશનાં ૨૭, પંજાબનાં ૧, મધ્યપ્રદેશનાં ૪૯, ઓરીસ્સાનાં ૧૭ અને તેલંગણાનાં ૪ સ્પર્ધક મળી કુલ ૪૨૫ સ્પર્ધક નોંધાયા છે. ગિરનારની સ્પર્ધા સિનીયર ભાઇઓ, જુનિયર ભાઇઓ, સિનીયર બહેનો, જુનિયર ભાઇઓ એમ ચાર ભાગમાં યોજાય છે. બહેનો માટે માળી પરબ સુધીની સ્પર્ધા અને ભાઇઓ માટે અંબાજી સુધીની સ્પર્ધા યોજાય છે.
 

Previous article હોન્ડા કંપની અને રોયલ મોટરસાયકલઅને સ્કુટર ઇન્ડિયા પ્રા.લી. દ્વારા મહિલાઓ માટે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ 
Next article રાજહંસ નેચર કલબ દ્વારા વિશ્વ જળ પ્લાવિત દિવસની ઉજવણી