રાણપુર સ્વીમી વિવેકાનંદ કો.ઓ. સોસા.ની વાર્ષિક સાધારણ સભા મળી

540

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડિટ સોસાયટી લી. ની ૨૨ મી  વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી.જેમાં મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા. મેનેજીંગ ડીરેક્ટર રવિભાઈ અમદાવાદીયા દ્વારા વાર્ષિક અહેવાલ નું વાંચન કરી સભાસદોને માહીતી આપવામાં આવી હતી.જ્યારે સોસાયટીની પ્રગતી અને આવનારા દિવસોમાં સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી વધુ મજબુત બને અને સભાસદો ને વધુ માં વધુ ઉપયોગી થાય તેવી માહીતી આપવામાં આવી હતી.સોસાયટી દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ માં સારી ટકાવારી લાવનાર સભાસદોના બાળકો ને શિલ્ડ આપવીને સન્માનનીત કર્યા હતા. સાથે સાથે વૃક્ષારોપાણ કાર્યક્રમ  કરવામાં આવ્યો હતો જેમાં સભાસદોને એક વૃક્ષ અને પાંજરૂ આપવામાં આવ્યુ હતુ જ્યારે સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડીટ સોસાયટી દ્વારા રાણપુરની સી.એસ.ગદાણી સ્કુલ,સર્વોદય સ્કુલ,રામદેવજી મંદીર,બાપા સીતારામ મઢુલી ધારપીપળા,અસર સાસાયટી, વેલનાથ નગર,સેવા સહકારી મંડળી ધારપીપળા જેવી તમામ જગ્યાએ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો.આ કાર્યક્રમમાં સાંસદ ડો.મહેન્દ્રભાઈ મુંજપારા, સુરેન્દ્રનગરના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ,સ્વામી વિવેકાનંદ કો.ઓપ.ક્રેડીટ સોસાયટીના ચેરમેન ઘનશ્યામભાઈ સાવધરીયા, વાઈસ ચેરમેન ડો.ચંદ્રેશભાઈ ત્રીવેદી, એમ.ડી. રવિભાઈ અમદાવાદીયા, ડીરેક્ટરો ગજેન્દ્રભાઈ બગરીયા,વિનયચંદ્ર મકવાણા, શશીકાંતભાઈ પાટડીયા, ડો.જગદીશભાઈ પંડ્યા તથા રાણપુર ફોરેસ્ટ ઓફીસર એમ.એમ.ભરવાડ,રાણપુરના ઉદ્યોગપતિ ભુપેન્દ્રભાઈ મકવાણા, મનીશભાઈ ખટાણા, નરેન્દ્રભાઈ દવે,જીવાભાઈ રબારી,બોટાદ જીલ્લા પંચ્યતના સદસ્ય સહીત રાણપુરના તમામ સમાજના આગેવાનો અને સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Previous articleદામનગરનાં ગુરૂકુળ ખાતે વિશ્વયોગ દિન ઉજવાયો
Next articleરાજુલામાં મુક્તાનંદબાપુ – રમેશભાઇ ઓઝાનો સન્માન સમારોહ યોજાશે