રાજુલા પાલિકાના સત્તાધીશોએ લોકો સાથે અંબરીશ ડેરની આગેવાનીમાં વિકાસના કામો અંગે કર્યો સંવાદ

451

આજરોજ સાંજના આહિર જ્ઞાતિનીવાડીમાં ધારાસભ્ય અંબરીશ ડેરની આગેવાનીમાં રાજુલા નગરપાલિકાના સત્તાધિશો દ્વારા રાજુલા શહેરના પ્રબુદ્ધ નાગરિકો, ચેમ્બરના આાગેવાનો, વિવિધ સંસ્થાઓના મહાનુભાવો, તબીબી ક્ષેત્રે સંકળાયેલા માંધાતાઓ, શહેરમાં વસ્તા અઢારેય વર્ણના આગેવાનો સાથે રાજુલા શહેરના સર્વાંગી વિકાસ માટે શું કરવું જોઇએ તે અંગે શહેરીજનો, વિવિધ મહાનુભાવો તમામ પક્ષના આગેવાનો, સહિતનાઓ સાથે વિચાર વિમર્શ કરવાનો એક કાર્યક્રમ રાજુલા શહેરના ઇતિહાસમાં ક્યારેય કોઇ પાલિકાના શાસકોએ શહેરીજનોના વિકાસ અર્થે જાહેરમાં બેઠક કરી અને લીધેલા મંતવ્યોની આજે પહેલો જ પ્રસંગ યોજાયો હતો. આ વિકાસલક્ષી બેઠકમાં મનુભાઇ ધાંખડા, ચેમ્બરના પ્રમુખ બકુલભાઇ વોરા, ઘનશ્યામભાઇ મશરૂ, યોગેશ કાનાબાર, સુભાષભાઇ વ્યાસ સહિતના આગેવાનોએ શહેરના વિકાસને લગતા, ટ્રાફીકને લગતા તેમજ પીવાના પાણી, વિજળી,  ભૂગર્ભગટર, જાહેર શૌચાલય તથા પાલિકાની એમ્બ્યુલન્સ, ફાયર ફાયટરને લગતા મહત્વના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. ચેમ્બર પ્રમુખ બકુલ વોરાએ શહેરમાં સફાઇ કાર્યને વેગવંતુ બનાવવા ભૂગર્ભગટર યોજનાને કાર્યરત કરવા અને શહેરીજનોેને પાલિકાના શાસકોને પ્રજાલક્ષીકાર્યોમાં સહકાર આપવા નિયમિત પાલિકાના  વિવિધ ટેક્સો ભરવા શહેરીજનોને ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો. આ અંગે ઉપપ્રમુખ કનુભાઇ ધાંખડા દ્વારા પણ લોકોના સાથ સહકારથી ક્યારેય ન થયું હોય તેવું કાર્ય કરવા કટીબદ્ધ છીએ. જેમાં લોકો સહકાર આપે આ અંગે પાલીકાના ચીફ ઓડીટર દ્વારા પણ પ્રશ્નોના જવાબ આપેલ હતા. આ અંગે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા પણ લોકોની અપેક્ષા અને લોકોના પ્રશ્નોનેો ઉકેલ સૌ સાથે મળીને ઉકેલીશું. અને હાલમાં જ થોડા સમયમાં જ પાણી, લાઇટ અને સફાઇ ઝુંબેંશ હાથ ધરેલ છે. અને હજુ પણ લોકોને સારી સુવિધા આપવા સૌ કટીબદ્ધ છીએ તેમ જણાવેલ.

Previous articleગ્રીનસીટીના વૃક્ષો સાથેના ટ્રી-ગાર્ડને માટીથી દાટી દેવાયા
Next articleચણીયાળા ગામની વાડીમાંથી ઇગ્લીંશ દારૂ ભરેલી હુંડાઇ કાર સાથે ૧ ઝબ્બે