શિહોર કેન્દ્રવર્તી શાળા નંબર ૨ માં ધોરણ સાત (૭ ) માં અભ્યાસ કરતા બોરીચા હાર્દિક દિનેશભાઇ પાચવડા વસાહત, પરમાર પુષ્કર મગનભાઈ, સાંઈબાબા, સોસાયટી. શિહોર આ બંને બાળકો શાળાએ જાતા તા ત્યારે પૈસા ભરેલું પાકીટ આ બાળકોને મળેલ જેમાં આશરે બેથી અઢી હજાર રૂપિયા હતા. જુઓ બાળકોના સંસ્કારો રૂપિયા જોઈને આ બાળકો લલચાણા નહીં. અને ગુજરાત નિગમ પાસે બેસેલા બેત્રણ જણને વાત કરી. પાકીટ તપાસી તેમાંથી નીકળેલ ફોન નંબર ગોતી મૂળ માલિકને પરત કરવામાં આવ્યું . આમ આ બને બાળકોએ પોતાની ઈમાનદારી, કોઈપણ જાતના લોભ લાલચ વિના પોતાના પ્રમાણિકતાના દર્શન કરાવ્યા છે.