કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન સામાન્ય બજેટ રજૂ કરનાર છે ત્યારે બજેટમાં ક્યા ક્યા પગલા લેવામાં આવનાર છે તેના પર તમામનુ ધ્યાન કેન્દ્રિત થઇ ગયુ છે. બજેટમાં રોજગારીની વધુ તક ઉભી કરવાના મામલે મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બજેટ ઐતિહાસિક સાબિત થાય તેવી શક્યતા છે. હાલમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની પ્રચંડ જીત થઇ છે. ભાજપે એકલા હાથે ૩૦૩ સીટો જીતીને ઇતિહાસ રચી દીધો છે. આવી સ્થિતિમાં બજેટમાં સામાન્ય લોકો મોદી સરકારની બીજી અવધિના પ્રથમ બજેટથી ખુબ ઉંચી અપેક્ષા રાખી રહ્યા છે. નિર્મલા સીતારામન બજેટ તૈયાર કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. સીતારામન તમામ સંબંધિત જુદા જુદા ક્ષેત્રોના નિષ્ણાતો સાથે વાતચીત કરી ચુક્યા છે. બજેટમાં જવાનો, યુવાનો, ખેડુતો અને કર્મચારીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. નરેન્દ્ર મોદી સરકારે બજેટને લોકલક્ષી બનાવવા માટે તૈયારી કરી છે.નિષ્ણાંતો કહી રહ્યા છે કે વધારે રાહત આપવા માટે બજેટમાં ઇન્ડસ્ટ્રીઝ અને ખેડુતો પર ખાસ ધ્યાન આપવામાં આવનાર છે. તેમની અપેક્ષાને પૂર્ણ કરવા માટે જુદા જુદા સેક્ટરોના પ્રતિનિધીઓ પોત પોતાની રજૂઆત કરી ચુક્યા છે. અગાઉ ક્યારેય નહી લેવામાં આવેલા પગલા હવે લેવાઇ રહ્યા છે. ગરીબ વર્ગને વધારે પ્રાથમિકતા બજેટમાં આપવામાં આવનાર છે. એક વર્ષમાં જન ધન યોજના હેઠળ રેકોર્ડ ૧૭ કરોડ બેંક ખાતાઓ ખોલી દેવામાં આવ્યા છે. ૧૨ કરોડ લોકોને ૧૨ રૂપિયાની ચુકવણી કરીને અકસ્માત માટે વીમા હેઠળ જોડી દેવામાં આવ્યા છે. ટેક્સ ટાઇલ, એન્જિનિયરિગ, મેન્યુફેકચરિંગ, પ્રોસેસિંગ, પંપ મોટર્સ સહિતના ક્ષેત્રો દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી ચુકી છે. સરકાર બજેટમાં મુખ્યરીતે સુધારાપર ધ્યાન કેન્દ્રિત કરનાર છે. એલપીજી સબસિડી છોડી દેવા પર પણ ધ્યાન આપવામાં આવે તેવી શક્યતા છે. દેશમાં સામાન્ય લોકો બજેટને લઇને ઉત્સુકત છે. સાથે સાથે સરકાર સામે કેટલીક તકલીફ પણ છે. આવી સ્થિતીમાં બજેટમાં ખાસ ધ્યાન રોજગારી પર આપવામાં આવનાર છે. મોદી સરકાર બીજી અવધિ માટે પ્રચંડ બહુમતિ સાથે આવી ગયા બાદ વિવિધ પગલા લેવામાં આવી શકે છે. મોદી પોતે અર્થશાસ્ત્રીઓ સાથે હાલમાં ચર્ચા કરી ચુક્યા છે. આ વખતે રોજગારી પર મુખ્ય ધ્યાન રાખવામાં આવી શકે છે. તમામની નજર સામાન્ય બજેટ પર કેન્દ્રિત થઇ છે.