શહેરના સે-ર૦માં આવેલા આયુર્વેદિક ઉદ્યાનમાં અવારનવાર ચંદનના ઝાડની ચોરીની ઘટનાઓ બની રહી છે ત્યારે ગઈકાલે રાત્રે ફરી એકવાર તસ્કરો ત્રાટકયા હતા અને તારની ફેન્સીંગ કાપી અંદર પ્રવેશેલા તસ્કરોએ ચંદનના ત્રણ ઝાડ કાપી નાંખ્યા હતા અને ૩પ હજારનું ચંદનનું લાકડુ ચોરી પલાયન થઈ ગયા હતા.
આ સંદર્ભે સે-ર૧ પોલીસ અકિલા સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને પકડી પાડવા દોડધામ શરૂ કરી છે. રાજયના પાટનગર ગાંધીનગરમાં ચોરીની ઘટનાઓ નવી નથી પરંતુ શહેરના સે-ર૦માં આવેલા આયુર્વેદિક ઉદ્યાનમાં અવારનવાર ચંદનચોરો હાથ ફેરો કરતાં હોય છે.
અગાઉ પણ સિક્યોરીટી જવાનો ઉપર હુમલો કરીને ચંદનના ઝાડની ચોરી કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર તસ્કરો ઉદ્યાનમાં ત્રાટકયા હતા. ઉદ્યાનની દિવાલ ઉપર લગાડેલા તાર ફેન્સીંગ કાપીને અંદર પ્રવેશેલા તસ્કરો ત્રણ ચંદનના ઝાડ કાપીને લઈ ગયા હતા.