એસઓજી શાખાના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. પરમાર તથા પોલીસ સ્ટાફે એક માસ પૂર્વે વલ્લભીપુર પાસેના અયોધ્યાપુરમ પાસેથી બે આરોપીને રૂપિયા ૧૦ લાખની બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવેલ. જ્યારે આરોપી અશોક જેઠાભાઈ ચોસલા રહેવાસી સમઢીયાળા-ર તા.જી. બોટાદવાળો સ્થળથી નાસી ગયેલ. જે આજરોજ હલુરીયા ચોકમાં આવેલ હોવાની બાતમી એસઓજીના સોહીલભાઈ તથા નીતિનભાઈને મળતા આરોપી અશોક જેઠાભાઈ ચોસલાને ઝડપી લઈ તેની વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે.
આ કામગીરીમાં પો.ઈ. ડી.એમ. મિશ્રા તથા એએસઆઈ જી.પી. જાની તથા સ્ટાફના બલવિરસિંહ જાડેજા તથા સોહીલભાઈ ચોકિયા તથા નીતિનભાઈ ખટાણા તથા જીતેન્દ્રસિંહ જાડેજા તથા હરેશભાઈ ઉલ્વા તથા રાજદિપસિંહ ગોહિલ, યોગીનભાઈ વિગેરે જોડાયા હતા.