મોટી પાણીયાળી સીઆરસી દ્વારા શાળાઓમાં “બાલમેળો” યોજાયા

616

આજરોજ પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કલસ્ટરની તમામ પેટા શાળામા ખ્તષ્ઠીિં ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સીદસર આયોજિત પ્રાથમિક શાળામાં બાલમેળો અને લાઈફસ્ક્રીલ જેવી પ્રવૃત્તિનું સુંદર આયોજન કરવામાં આવેલ.. જેમા માંડવડા – ૧ પ્રા શાળા, માંડવડા – ૨ પ્રા શાળા , મોટી પાણીયાળી કે વ શાળા , અનિડા ડેમ પ્રા શાળા, લાખાવાડ પ્રા શાળા ,માઇધાર પ્રા શાળા ,ખોડીયારનગર  પ્રા.શાળા , મોટી પાણીયાળી વાડી પ્રા.શાળા અને અનિડા ડેમ વાડી પ્રા.શાળામા ધો- ૧થી ૫ ના બાળકો માટે બાલમેળા નું  સુંદર આયોજન કરેલ જેમાં ચિટકકામ શાળા તથા સંગીતશાળા તથા રમતગમત શાળા તથા કાગળકામ  શાળા તથા માટીકામ શાળા જેવી વિવિધ પ્રવૃતિ કરાવેલ…આ ઉપરાંત ધો ૬ થી ૮ ના બાળકો માટે સાઈકલનું પંચર કરવું તથા કુકર ખોલવું/બંધ કરવાની પ્રવૃત્તિ તથા ખીલી લગાડવી તથા મહેંદી સ્પર્ધા તથા ચિત્રકામ જેવી લાઈફસ્ક્રીલને આધારિત પ્રવૃત્તિ કરાવવામાં આવેલ.જેમાં મોટી પાણીયાળી કલસ્ટરના આશરે ૧૩૫૦ જેટલા બાળકો અને ૪૨ શિક્ષકો તથા ૯ શાળાના આચાર્ય આ કાર્યક્રમમાં જોડાયેલ…આજના કાર્યક્રમમાં દરેક શાળામાં જદ્બષ્ઠ સભ્યો તથા વાલીગણ પણ જોડાઈ કાર્યક્રમને સફળ બનાવેલ. આ કાર્યક્રમનું સઘન મોનેટરીંગ તથા માર્ગદર્શન મોટી પાણીયાળી કલસ્ટરના સી.આર.સી કો.ઓર્ડિનેટર ચૌહાણ જયંતીભાઈ દ્વારા કરવામાં આવેલ..જેમાં તમામ શાળાના બાળકો તથા શિક્ષકગણ ઉત્સાહથી જોડાઇ કાર્યક્રમને સફળ બનાવેલ.ે

Previous articleરાજુલાની સેન્ટ થોમસ સ્કુલની મનમાની સામે એનએસયુઆઇનો રોષ : આંદોલનની ચીમકી
Next articleબરવાળા ભાજપ મહિલા મોરચા દ્વારા મમતા બેનરજીને જયશ્રીરામનાં પોષ્ટકાર્ડ લખાયા