બજેટમાં હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા પગલાઓ

399

પાંચમી જુલાઈના દિવસે રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટમાં આ વખતે હાઉસિંગ સેક્ટરને પ્રોત્સાહન આપીને અર્થતંત્રની ગતિને તીવ્ર બનાવવાના પ્રયાસ કરવામાં આવશે. આના ભાગરુપે વધુ ટેક્સ લાભ આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. બીજા આવાસ માટે લાભ પણ ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. નોકરીની વધુ તકો ઉભી કરવાના ઇરાદા સાથે તથા અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા માટે આ દિશામાં પહેલ કરવામાં આવનાર છે. પોષાય તેવા આવાસ માટે હળવા વ્યાજદર, ખરીદીને પ્રોત્સાહન આપવા સહિતના વધુ પગલા લેવામાં આવનાર છે. સાથે સાથે બીજા આવાસની ખરીદી કરવા ઇચ્છુક લોકો માટે પણ કેટલાક પગલા લેવામાં આવી શકે છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, આવાસ લોન ઉપર ઉંચા ડિડક્શન વ્યાજને લઇને પણ ચર્ચા ચાલી રહી છે. અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા, રોજગારીની નવી તકો ઉભી કરવાની દિશામાં પહેલ કરવામાં આવી શકે છે. પાંચમી જુલાઈના દિવસે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા વિવિધ પગલા લેવામાં આવનાર છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯માં ભારતના જીડીપીને પાંચ વર્ષની નીચી સપાટી પર છે.  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે જુલાઈ ૨૦૧૪માં તેના પ્રથમ બજેટમાં હાઉસિંગ લોન ઉપર વ્યાજ કપાતને ૧.૫ લાખથી વધારીને બે લાખ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદથી બજેટની દિશામાં વારંવાર નવી પહેલ થઇ રહી છે. બીજી બાજુ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી પ્રધાન પીયુષ ગોયેલનું કહેવું છે કે, સરકાર એફડીઆઈ જારી કરવા, ઇ-કોમર્સ સહિતના મુદ્દા ઉપર આગળ વધવા માટે આશાવાદી છે. આગામી ૧૨ મહિનાઓમાં ઇ-કોમર્સ પર રાષ્ટ્રીય નીતિ લાવવાની યોજના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી ચુકી છે. આવાસ ખરીદવાની મુશ્કેલી હવે ઘટી રહી છે. કેન્દ્રીય શેહરી વિકાસ મંત્રાલય દ્વારા તમામ રેરાને એક જ આઈટી પ્લેટફોર્મ પર લાવવાની તૈયારી કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન આવાસ યોજના હેઠળ તમામને મકાન મળવાનું સપનું સમય પહેલા બે વર્ષ પુર્ણ થઇ જશે. ઘર ખરીદતા પહેલા લોકોની સરળતા માટે સમગ્ર દેશમાં રેરામાં ચાર રિઝલન પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા હતા.

Previous articleઇલેક્ટ્રિક વાહનો માટે ઘણી ટેક્સ રાહતો જાહેર થઇ શકે
Next articleસતત બીજા દિવસે તેજી : સેંસેક્સ ૧૫૭ પોઇન્ટ સુધરી આખરે બંધ