તારીખ ૨૩ જુન ૨૦૧૯ના રોજ ડબલ ટ્રી બાય હિલ્ટન અમદાવાદ ખાતે ક્વૉલિટી માર્ક ટ્રસ્ટ ધ્વારા ક્વૉલિટી માર્ક એવોડ્ર્સ ૨૦૧૯નું આયોજન કરવામાં આવેલ જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપી અને આદરણીય મહેમાન તરીકે ભારત સરકાર પારિલામેન્ટના સભ્ય કિરિટભાઈ સોલંકી, મેયર અમદાવાદબજલબેન પટેલ, એમ.એલ.એગુજરાત હિતુ કનોડીયા, અને બી.જે.વાય.એમના પ્રમુખ ડૉ. રુત્વિજ પટેલ હાજરી આપી. કાર્યક્રમ ના ખાસ મહેમાન તરીકે બૉલીવુડ અભિનેતા આદિત્ય પંચોલી, તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ના મયુર વાકાણી અને બોલીવૂડ અભિનેત્રી શ્રીમતી આરતી નાગપાલે હાજરી આપી.
સંસ્થાના પ્રમુખશ્રી હેતલભાઇ ઠક્કરે જણાવ્યું કે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી ટ્રસ્ટના જ્યુરી સભ્યો કેટલાક ઉમેદવારોને ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા પસંદ કરે છે. દેશના જુદા જુદા ભાગોમાં હાજર સંસ્થાઓ ધ્વારા પસંદગી પામેલા ઉમેદવારો અને સંગઠનોની તેમના કાર્ય અને સંસ્થાના આધારે મુલાકાત લેવી જરૂરી છે અને તેમના ગ્રાહકોને આપવામાં આવતી ગુણવત્તા અને સેવાઓ વિશેની માહિતી એકત્રિત કરવી જરૂરી છે. આ ધ્વારા, તે સંસ્થાની ચોક્કસ ક્ષમતા પણ શોધી શકાય છે. આ પછી, સંસ્થાના જ્યુરી સભ્યો, શ્રી ધીરજ રાઠી, ડિરેક્ટર બી.એમ.આર.ટી.એ.ડી.એ., નવિન ચોપરા, સી.ઇ.ઓ. એજાઇલ ગ્રુપ, શ્રીમતી મૈથ્લીરામ કૃષ્ણન ભૂતપૂર્વ આર.બી.આઈ. ઓડિટર , અરવિંદ વેગડા, વી.પી. ક્વોલિટી માર્ક ટ્રસ્ટ અને ગુજરાતી રોકસ્ટાર, નિતલ ઝવેરી, સી.ઇ.ઓ. કન્સેપ્ટ કન્સલ્ટિંગ, આર.કે.રાજપુત એડવોકેટ- ગુજરાત હાઇકોર્ટ, ચેતન ત્રિવેદી, ડોક્ટર, જે.એમ.કુંભાણી, પ્રમુખ, ઓલ ઇન્ડિયાએ ગ્રી ઇનપુટ એસોસિયેશન અને બિલ્ડર કેતન સેઠ ધ્વારા વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા છે.
દેશભરમાં કુલ ૧,૮૦૦ જેટલી જાણીતી કંપનીઓ અને વ્યવસાયિકોએ ક્વૉલિટી માર્ક ટ્રસ્ટની વેબસાઇટ ધ્વારા નોમિનેશનમાં ભાગ લીધો , જેમાંથી લગભગ ૧૨૦૦ કંપનીઓ અને ઉદ્યોગપતિઓને ટેલિફોનિક વાર્તાલાપ ધ્વારા પસંદ કરવામાં આવ્યા હતા. ક્વૉલિટી માર્ક એવોડ્ર્સ માટે ટોચના સહભાગીઓને પસંદ કરવા માટે, ૮૦૦ કંપનીઓને ટેલિફોનિક વાર્તાલાપ ધ્વારા પસંદ કરાયેલી કંપનીઓમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તે પછી, ક્વૉલિટી માર્ક એવોડ્ર્સ માટે કુલ ૩૫૦ કંપનીઓને નોમિનેટ કરવામાં આવી છે.
આમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ અને હરિયાણાના રાજ્યોમાંથી આવતા વેપારીઓનો સમાવેશ થાય છે. ક્વૉલિટી માર્ક ટ્રસ્ટ ધ્વારા ૯મી આવૃત્તિ ક્વૉલિટી માર્ક એવોડ્ર્સ ૨૦૧૯માં કુલ ૩૨ જેટલા વિજેતાઓને એવોર્ડસ આપી સન્માનીત કરવામાં આવ્યા.