સુરતના ભટાર ગામમાં સ્કૂલની બાજૂના કારખાનામાં લાગેલી આગની ઘટના બાદ અમદાવાદ શિક્ષણ વિભાગ પણ જાગ્યું છે અને સ્કૂલોમાં ચેકિંગ કર્યું છે. અમદાવાદ શિક્ષણ વિભાગે જીવરાજ પાર્કની નીલકંઠ સ્કૂલની માન્યતા રદ કરી દીધી છે
નીલકંઠ સ્કૂલમાં બીજા અને ત્રીજા માળે એક જ સીડી હોવાથી નિયમોના ઉલ્લંઘનના આરોપસર સ્કૂલની માન્યતા રદ કરી દેવાઈ છે. જોકે તંત્રના આ નિર્ણયને કારણે આશરે ૪૦૦ વિદ્યાર્થીઓના ભાવિને અસર થશે. નીલકંઠ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને નજીકની સ્કુલમાં પ્રવેશ આપવામાં આવશે.
આવી સ્કૂલને માન્યતા આપી કોણે. કયા આધારે સ્કૂલને માન્યતા આપવામાં આવી હતી અને વર્ષો સુધી બાળકોને તેમાં ભણાવવામાં આવ્યા. આવી સ્થિતિમાં સ્કૂલ હોવા છતા અત્યાર સુધી શા માટે તંત્ર ઉંઘતુ રહ્યું. સવાલ એ પણ છે કે જો ખોટી રીતે માન્યતા આપી હોય તો માન્યતા આપનારા અધિકારી સામે પગલા ભરાશે. પહેલા કેમ પગલા શિક્ષાત્મક ભરવામાં ન આવ્યા. સ્કૂલમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના ભાવિનું શું.