દામનગરમાં સીનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞનું આયોજન

454

દામનગર શહેર માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ આયોજિત સંત રણછોડદાસ બાપુ હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી નેત્રયજ્ઞ શહેર ની શક્તિપીઠ ગાયત્રી મંદિર યોજાયો હતો શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં થી આવેલ દર્દી નારાયણો ને લાવવા લઈ જવા અને  અલ્પહાર  સાથે ની સેવા  આપવામાં આવેલ.

દામનગર શહેર ના વૃદ્ધ વ્યક્તિ ઓ ની સંસ્થા સિનિયર સીટીઝન ટ્રસ્ટ નું સુંદર આયોજન દર માસ ના છેલ્લા બુધવારે નેત્રયજ્ઞ યોજી દામનગર શહેરી અને ગ્રામ્ય ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ કેમ્પ સુંદર આયોજન  રાજકોટ સ્થિત સંત રણછોડદાસબાપુ હોસ્પિટલ રાજકોટ ના નિષ્ણાંત તબીબી સ્ટાફ ના સહયોગ થી આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર અને સંપૂર્ણ મફત નેત્રમણી આરોપણ સાથે દર્દી નારાયણો ને લાવવા લઈ જવા ભોજન અલ્પહાર સહિત ની ઉત્તમોત્તમ સેવા સાથે સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ યોજાયો હતો.

Previous articleશિરોહીના પૂર્વ મહારાજા રઘુવીરસિંહજીએ બારોટ વંશાવલી સંસ્થાને વેગ આપ્યો
Next articleમોટા ઉમરડા પ્રા.શાળામાં બાળકોને ભેટ