પાલીતાણા પંથકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ

619

ભાવનગર જિલ્લાનાં તાલુકા મથકો પર આજે બીજી દિવસે પણ વરસાદ વરસ્યો હતો. જેમાં સવારના સમયે પાલીતાણા પંથકમાં ધોધમાર અઢી ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત મહુવા, ગારિયાધાર સહિત તાલુકાઓ અને ગ્રામ્ય પંથકોમાં વરસાદ પડ્યાનાં અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે.

ગઇકાલે ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાં વધતો ઓછો વરસાદ પડ્યા બાદ આજે બીજા દિવસે ભાવનગર જિલ્લાનાં પાલીતાણા શહેર તથા પંથકમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. અને ગાજવીજ સાથે અઢી ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. જ્યારે નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા હતા. આ ઉપરાંત ગારિયાધાર અને મહુવા પંથકમાં પણ અડધાથી એક ઇંચ સુધીનો વરસાદ પડતા સર્વત્ર ખુશાલીનો માહોલ છવાયો છે. સાથો સાથે ધરતીપુત્રો વાવણીમાં જોતરાયા છે. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ છે.

ગારીયાધાર શહેરમાં મેઘરાજા મહેરબાન : એક ઇચ જેટલો વરસાદ થતા રાહત

ગારીયાધાર શહેરમાં સતત બે દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સવારથી જ મેઘમયી  વાતાવરણ છવાયું હતું અને અત્રે બપોરના ૩ વાગ્યાથી ગાજવીજ સાથે સુપડાધાર વરસાદ પાંચેક વાગ્યા સુધી વરસ્યો અને એકાદ ઇંચ જેટલો વરસાદ વરસતા નગરજનોમાં ખુશીની લાગણી છવાયેલ હતી. વળી ખેડૂતો કે જેમણે વાવણી કરી દીધેલ હતી. તેઓ પણ આ મેઘરાજાની મહેરથી પ્રફુલ્લીત જણાયા હતા. જ્યારે શહેરમાં પણ વરસાદ નિમિત્તે આશ્રમ રોડ , પચ્છેગામ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેમ પાણી ભરાયા હતા. તેમજ બાળકો તથા મોટાભાગના યુવાવર્ગ દ્વારા ભીંજાવાનો આનંદ માણેલ નોંધનીય બાબત છે કે ગત વર્ષના દુષ્કાળ બાદ ચાલુ વર્ષે પણ વરસાદ ખેંચાય ખેડૂતો વર્ગ કે જેમણે વાવણી કરી દિધેલ હતી. તે મૂઝાયેલ જણાવ્યો હતો. જ્યારે આજરોજ આ વરસાદના કારણે ખેડૂતો તથા વેપારી વર્ગને ચિંતાના વાદળો મહદઅંશે દુર થયા હોય તેવું જાણવા મળેલ. વળી એકાદ ઇંચ વરસાદ થી જે શહેરના આશ્રમરોડ પર ગોઠણ ડુબ પાણી થઇ જવાથી તંત્ર પણ ડ્રેનેજ વ્યવસ્થા બાબતે જાગૃત થઇને આ કાયમી પ્રબળ કે જે ચોમાસામાં ઉદ્દભવે છે તે બાબતો પણ ચિંતા કરે તેવી નગરજનોમાં માંગણી હતી.

Previous articleઘોઘાના વાળુકડ ગામે વીજળી પડતા વૃદ્ધ મહિલાનું મોત, ૧ મહિલા ગંભીર
Next articleસિહોર શર્માપાર્ક વિસ્તારમાંથી ઇગ્લીંશ દારૂનો જથ્થો ઝડપાયો