ઢસા ગામ ખાતે આજે મારૂતિ વીર જવાન ટ્રસ્ટ આયોજીત આગામી રાષ્ટ્રકથાના આયોજનની વિચાર ગોષ્ટિ ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ સુરતના આંગણે શહિદ સૈનિકના પિરવારના લાભાર્થે મોરારિબાપુની રાષ્ટ્રકથા આગામી તા.ર-૧રના રોજ યોજવાની છે તેના આયોજન માટે બોટાદ જિલ્લાના ઢસા પટેલ વાડી ખાતે વિચારગોષ્ઠિમાં ક્રાંતિકારી સંત પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી સ્વામી ધર્મવિહારીદાસ ગુરૂકુળ ઢસાના આશિર્વચનથી મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા વિચારગોષ્ઠિમાં મનુભાઈ હિંમતભાઈ કટારીયા, બી.એલ. રાજપરા, નનુભાઈ સાવલીયા, સુરેશભાઈ ગાગડીયા, કાનજીભાઈ ભાલાળા, જીતુભાઈ સોની, ગોપાલભાઈ સુતરીયા, અરજણભાઈ ડાવરિયા, દિલીપભાઈ વોરા, જયંતિભાઈ વેકરીયા, હરજીભાઈ નારોલા, દેવરાજભાઈ ઈસામલિયા, પ્રવિણભાઈ જાગાણી, રજનીભાઈ ધોળકિયા, શૈલેષભાઈ સોની, સુખદેવ ધામેલીયા, લવજીભાઈ નાવડીયા, ભરતભાઈ કટારીયા સહિત અગ્રણીઓ શહિદોના પરિવારના લાભાર્થે પૂજ્ય મોરારિબાપુના વ્યાસાસને રાષ્ટ્રકથાના આયોજનની વિચારગોષ્ઠિ ઉપસ્થિત રહ્યાં હતા. પ્રબુદ્ધ વ્યક્તિઓની વિશાળ હાજરીમાં આ રાષ્ટ્રકથા સુરત ખાતે આગામી તા.ર-૧રના રોજ યોજાશે.