સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ભિલોડાના રીંટોડા ગામે દારુનો જથ્થો ઝડપાતા ભિલોડાનાં PSI સસ્પેન્ડ

423

અરવલ્લી જીલ્લાના ભિલોડાના રીંટોડા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે વણઝારા વાસમાં રહેતા નામચીન બુટલેગર ઈશ્વર ગોબર વણઝારા ના ઘરે દરોડા પાડીને રહેણાંક મકાન નજીક પાયામાં સંતાડીને રાખેલો ૩,૩૨,૯૦૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્‌યો હતો.

આ ઘટનાને લઇને ભિલોડા પોલીસ પોલીસ સ્ટેશનના પીએસઆઈ મહેશ. આર. સંગાડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ પાડી મેઘરજ નદીના કાંઠે ખુલ્લેઆમ વિદેશી દારૂનો ઠેકો ચલાવતા અને રાજ્યમાં મોટા પાયે વિદેશી દારૂ ઠાલવતા નામચીન બુટલેગર રમેશ અરજન ડામોરના મેઘરજ નજીક આવેલા બાંઠીવાડા (અજુ હિરોલા) ઘરે ત્રાટકી ૨૪૧૨૦૬ના વિદેશી દારૂ અને પીક-અપ વાન મળી કુલ ૩,૪૩,૨૦૬ નો મુદ્દામાલ સાથે બુટલેગરને દબોચી લીધો હતો.

જો કે જેતે સમયે ફરજ બજાવતા મેઘરજ પીએસઆઈ સંજય.એચ. શર્મા સામે કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Previous articleસફાઈ કર્મચારીઓની હવે જીપીએસથી હાજરી પુરાશે
Next articleઉકળાટ વધતાં નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયાં