વાળંદ સમાજનો સમુહ લગ્નોત્સવ યોજાયો

1057
bhav7-2-2018-1.jpg

વાળંદ સમાજ દ્વારા કન્યા છાત્રાલયના વિકાસ માટે સમુહ લગ્નનું આયોજન અને સ્વાભિમાન સંમેલનમાં ગુજરાતભરના અને સૌરાષ્ટ્ર-કચ્છના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ ગુજરાતના વાણંદ સમાજના આગેવાનો ઉપસ્થિત લગભગ ૧૦૦૦૦ આશરે લોકોની ઉપસ્થિતિમાં સમારોહ યોજાયેલ. સમુહ લગ્નમાં ર૪ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા. 
આ સમારોહમાં સમાજના ૧૦ ગૌરવવંતા જ્ઞાતિઓનું સનમાન કરેલ. જેથી સમાજના યુવાનોને પ્રેરણારૂપ બને. જેમાં ઋષિવંશિ સમાજ સેવા સંઘના સ્થાપક અખિલ ગુજરાત લિમ્બચ ભવાની સેનાના સ્થાપક ઋષિ વંશિ સૌંદર્ય સર્જક સંઘના સ્થાપક હેમરાજભાઈ રામજીભાઈ પાડલીયાએ સમગ્ર ગુજરાતના પ્રવેશો કરી સમાજને એક સુત્રે બાંધવાના નિર્ણયથી અને સમાજમાં ભાતૃભાવ અને જ્ઞાતિ સ્વાભિમાન જાગૃત કરવાના સતત પ્રયત્નથી આજે સમાજ એક સુત્ર બંધાય અને સ્વભિમાની નામ માટે સમગ્ર સમાજને વિશ્વાસમાં લઈ ચિંતન શિબરો યોજી અને સમાજના પીઢ આગેવાનોની સલાહ સાથે વાણંદ સમાજ આજથી ‘ઋષિ વંશિ’ સમાજ તરીકે ઓળખાશે એવુ આહૃવાન કરેલ તે આહૃવાન સમગ્ર સમાજે હર્ષથી સ્વિકારી લીધેલ.
હેમરાજભાઈના મંતવ્યમાં જણાવેલ કે મનુષ્યની ઉપસ્થિતિથી ઋષિઓના ગૌત્રમાં ઓળખો થતી આવેલ છે અને વાણંદ જ્ઞાતિની ઉત્પત્તિ સમાજના આરોગ્યના જતન માટે કરવામાં આવેલ છે. આપણા સમાજમાં દેવલ, ઋષિ સવિતા રૂષી અને ધનવંતરી રૂષી જેવા ઘણા ઋષીઓ આરોગ્યના જતન માટે થઈ ગયા. જેના મુળ ગૌત્ર કાશ્ય ગૌત્રથી ઓળખાયા છે. તેથી આવા મહાન ઋષિઓના ઉત્પત્તિ આરોગ્યના જતન માટે ઉત્પન વાણંદ સમાજ સામાજીક સેવા અને સમાજની જતનમાં અનાદીકાળથી વૈદક ધર્મથી સેવા આપી વેદ તરીકે ઓળખાતા આ સમાજ હવે ‘ઋષિ વંશિ’ તરીકે ઓળખાશે.

Previous article પાંચ ધારાસભ્યોએ શપથગ્રહણ કર્યા પુરુષોત્તમ સોલંકીના શપથગ્રહણ હજી બાકી
Next article ગ્રામ પંચાયતની ચુંટણીના પરિણામો જાહેર થયા બાદ ગામડાઓમાં જશ્નનો માહોલ