ભાવનગર જિલ્લાના ગામડાઓમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીઓના પરિણામો જાહેર થયા બાદ ગ્રામ્ય પંથકમાં ભારે ઉત્સાહ સાથે જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે. ભાવનગરના ૮૦ ગ્રામ પંચાયતોની ચુંટણી તાજેતરમાં યોજવામાં આવી રહી. આ ચુંટણી બાદ આજરોજ આ ચુંટણીમાં વિજેતા જાહેર થયેલ ઉમેદવારોની યાદી ચુંટણી તંત્ર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવી હતી. સ્વરાજની ચુંટણીમાં ઝળહળતી જીત મેળવનારા લોકો દ્વારા ગામમાં વિજયી સરઘસ, રેલી સહિતના આયોજનો કર્યા હતા અને વિજય ઉત્સવ મનાવ્યો હતો.
તો બીજી તરફ તાલુકા તથા જિલ્લાકક્ષાના ભાજપ-કોંગ્રેસ દ્વારા પોતાના પ્રેરક સમર્થકો જંગી બહુમતીથી જીત્યા હોવાનો દાવો પણ કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રામ્ય પંથકના લોકોમાં ચુંટણી પરિણામો જાણવા માટે તિવ્ર તાલાવેલી જોવા મળી હતી. વિજેતા ઉમેદવારોની ઘોષણા સાથે આતશબાજી કરી મિઠાઈ વહેંચી વિજય ઉત્સવમાં સહભાગી થયા હતા.