સ્પોટ્ર્સ મંત્રી કિરણ રિજ્જૂએ ટિ્વટર પર ભારતીય મહિલા બોક્સર મેરી કોમ સાથે એક વીડિયો શેર કર્યો છે. બોક્સિંગ રિંગમાં ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા મેરી કોમ વારંવાર રિજ્જૂને લડવા માટે ચેલેન્જ આપી રહી છે પરંતુ તેઓ સતત પાછળ ખસી રહ્યા છે. રિજ્જૂએ કહ્યું, મેરી કોમથી માર ખાવાનો ડર લાગતો હતો. તેથી બહાનું બનાવીને મેં કહ્યું કે, હું મહિલાઓ સાથે નથી લડતો. રિજ્જૂએ ટિ્વટ કર્યું કે, ૬ વખત વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ વારંવાર કહી રહી હતી કે, કમઓન કમઓન ફાઈટ વિથ મી. પરંતુ હું ડરી ગયો હતો તેથી મેં બહાનુ બનાવી લીધું અને કહ્યું કે, હું મહિલાઓ સાથે નથી લડતો. તાજેતરમાં જ રિજ્જૂએ દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં સ્પોટ્ર્સ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બોક્સિંગ, સાઈક્લિંગ અને જિમ્નાસ્ટિક્સના ખેલાડીઓ અને કોચ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે એ પણ જાણ્યુ હતું કે, વડાપ્રધાન ઈન્ડિયા કાર્યક્રમ અંર્તગત આપવામાં આવતી સુવિધાઓ તેમને મળી રહી છે.
Home Entertainment Sports મેરી કોમની ચેલેન્જ પર સ્પોટ્ર્સ મંત્રી રિજ્જૂ બોલ્યાઃ ’હું મહિલાઓ સાથે નથી...