મહેસાણા વિદ્યાર્થિનીની આત્મહત્યા મામલો આવ્યો નવો વળાંક

463

વિસનગરના ભાંડુ નજીકની એલસીઆઈટી કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થિ નીની આત્મહત્યા મુદ્દે અન્ય વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલના ઇન્ચાર્જ રેક્ટરને સપસેન્ડ કરવા વિદ્યાર્થીનીઓની માગ કરી છે.

એબીવીપીના કાર્યકરો પણ આ વિદ્યાર્થિનીઓના સમર્થનમાં આવ્યા છે અને સત્તાધીશોને ચોવીસ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. બીજી તરફ એનએસયુઆઈ પણ ર્નસિંગના બીજા વર્ષમાં ભણતી સંધ્યાને ફી નહીં ભરતા ટોર્ચર કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે અને સંચાલક પર ગુનો દાખલ કરવા માગ કરી છે.

જોકે, આ સમગ્ર પ્રકરણમાં આજે નવો વળાંક આવ્યો છે. વિદ્યાર્થિનીને સરકાર દ્વારા અગાઉથી જ ટયુશન ફી અને ફૂડ બિલ આપી દેવાયું છે.

સરકાર દ્વારા ટયુશન ફી પેટે ૮૩,૦૦૦ અને ફૂડ બિલ પેટે ૧૨,૦૦૦ જમા કરાવ્યું હતું. જોકે, આ પૈસા જમા કરાવ્યા પછી વિદ્યાર્થિનીએ કોલેજમાં પૈસા નહોતા ચૂકવ્યા.

Previous articleમુસાફરોના મનોરંજન માટે બસ સ્ટેન્ડમાં LED ફીટ કરાયાં
Next articleશાહપુર બ્રીજ પાસેની વસાહત આગળ ગટરના ગંદા પાણી રોગચાળાને નોતરશે