પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં દરેક વિદ્યાર્થીઓને કરાટેની તાલીમ આપવામાં આવે છે. તેમજ જિલ્લા કક્ષાથી લઇને આંતર રાષ્ટ્રીય કક્ષા સુધી કરાટે સ્પર્ધામાં પણ પોદાર ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે. અને મેડલો મેળવેલ છે.
ઓલ ઇન્ડીયા વાડો-કાઇ કરાટે ડા.એસોસીએશન દ્વારા ગુજરાત સ્ટેટ વાડો-કાઇ કરાટે કાતા ચેમ્પિયનશીપનું આયોજન માઉન્ટ આબુ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ગુજરાતના તમામ શહેરોમાંથી કરાટેના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પોદાર ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ ભાવનગર જિલ્લા નિયામક સેનસાઇ કમલ એચ. દવેના ઉત્તિર્ણ સ્પર્ધાત્મક તાલીમ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ વાડો-કાઇ કરાટે કાતા ચેમ્પિયનશીપમાં શિવમસિંઘ (ગોલ્ડ મેડલ), હસિત ખેમકા (સિલ્વર મેડલ), અને ક્રીશ બંસલ (બ્રોન્ઝ મેડલ) મેળવી પોદાર ઇન્ટરનેશનલ સ્કુલ અને ભાવનગરનું નામ રોશન કર્યું હતું. તેમને શાળાના આચાર્ય ઇ.એ.બિંદુએ શુભેચ્છા પાઠવી હતી.