બરવાળા ભીમનાથ પાસે બસ પલ્ટી મારી જતા એકને ઈજા

817
guj822018-7.jpg

બરવાળા ભીમનાથ ગામ પાસે ખાનગી બસ પલ્ટી મારી જતા બસમાં મુસાફરી કરી રહેલા એકને ગંભીર ઈજાઓ પહોંચતા બરવાળા ઈમરજન્સી ૧૦૮ના ઈએમટી રામદેવસિંહ ગોહિલ, પાયલોટ પરેશભાઈ દુલેરા દ્વારા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર ધંધુકા- બરવાળા હાઈવે ઉપર આવેલ ભીમનાથ ગામ પાસે ગઈકાલે સાંજે સાંઈનાથ ખાનગી ટ્રાવેલ્સ નં. જી.જે.૧ સીઆઈ ૯૩૯૩ના ચાલક સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા કાર રોડ ઉપરથી પલ્ટી મારી જઈ ખાળીયામાં ઉતરી ગઈ હતી. જેમાં મુસાફરી કરી રહેલ ભનીબેન ગભરૂભાઈ મુંધવા (ઉ.વ.ર૬) રહે. વૈયા તા. બરવાળાને લોહીયાળ ઈજાઓ પહોંચતા ઈમરજન્સી ૧૦૮ દ્વારા સારવાર અર્થે બરવાળા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ બનતા જ ટ્રાવેલ્સનો ચાલક બસ મુકી ફરાર થઈ ગયો હતો. આ અંગે બરવાળા પોલીસે ટ્રાવેલ્સના અજાણ્યા ફરાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

Previous articleબાબરીયાવાડમાં હીરાભાઈ સોલંકીનું ઠેર-ઠેર સન્માન
Next articleરાજુલાના કથીવદર ગામે મોડીરાત્રીના પુલ પરથી ડુંગળી ભરેલ ટ્રક ખાબકયો