ઇલિયાના ડી ક્રુઝ નવી ફિલ્મ  પાગલપંતિમાં મુખ્ય રોલમાં

838

બોલિવુડની લોકપ્રિય સ્ટાર અભિનેત્રી ઇલિયાના ડી ક્રુઝ લાંબા સમય બાદ ફરી એકવાર હિન્દી ફિલ્મમાં નજરે પડનાર છે. તે હાલમાં અનીસ બાઝમીની ફિલ્મ પાગલપંતિમાં કામ કરી રહી છે. કોમેડી ફિલ્મને આઠમી નવેમ્બર ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે.  ફિલ્મમાં અનિલ કપુર, જહોન અબ્રાહમની ભૂમિકા છે. ફિલ્મનુ શુટિંગ ઝડપથી ચાલી રહ્યુ છે. ઇલિયાના છેલ્લે રવિ તેજા સાથે સાઉથની ફિલ્મ અમર અકબર એન્થોનીમાં નજરે પડી હતી.   બરફી ફિલ્મ સાથે બોલિવુડમાં પ્રવેશ કર્યા બાદ દક્ષિણ ભારતની ફિલ્મમાં નહીંવત દેખાયા બાદ છ વર્ષના ગાળા બાદ ફરી એકવાર દક્ષિણ ભારતની ફિલ્મ અમર અકબર એન્થોનીમાં તે દેખાઇ હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ તેલુગુ સુપરસ્ટાર રવિ તેજાની સાથે તે અમર અકબર એન્થની ફિલ્મમાં નજેર પડી હતી.  ઇલિયાના છેલ્લે ૨૦૧૨માં દક્ષિણ ભારતની ફિલ્મમાં દેખાઇ હતી. ત્યારબાદ તે સતત બોલિવુડ ફિલ્મમાં કામ કરી રહી હતી.  ઇલિયાના મોટા પ્રોજેક્ટમાં નજરે પડનાર છે. હવે તેની પાસે અન્ય દક્ષિણ ભારતની ફિલ્મો આવે તેવા સંકેત પણ દેખાઇ રહ્યા છે. લોકપ્રિય અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ પાસે હાલમાં કોઇ હિન્દી ફિલ્મ હાથમાં નથી. તે છેલ્લે અજય દેવગનની સાથે રેડ ફિલ્મમાં ચમકી હતી. જે બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઇ હતી. તેના લગ્નને લઇને હાલમાં સતત હેવાલો આવ્યા છે. જો તે તે કોઇ ટિપ્પણી આને લઇને  કરી રહી નથી. ઇલિયાના ડી ક્રુઝે પોતાની બોલિવુડ કેરિયરની શરૂઆત રણબીર કપુર સાથે બર્ફી ફિલ્મ મારફતે કરી હતી. આ ફિલ્મમાં તેની ભૂમિકાની પ્રશંસા થઇ હતી. તે કોઇ ચમત્કારથી ઠીક થઇ નથી. હાલમાજ રજૂ થયેલી રેડ અને તેના પહેલા બાદશાહો ફિલ્મમાં તે અજય દેવગનની સાથે નજરે પડી હતી. ફિલ્મમાં અજય સાથે તેની જોડીની પ્રશંસા થઇ હતી. આ ફિલ્મને સરેરાશ સફળતા પણ મળી હતી. ઇલિયાના તે પહેલા અક્ષય કુમારની સાથે રૂસ્તમ ફિલ્મમાં પણ નજરે પડી હતી. જે બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ હતી. તેને સારા કલાકારો સાથે રોલ મળ્યા છે.ઇલિયાના પોતાની કેરિયરમાં ખરાબ સમયમાંથી પણ પસાર થઇ ચુકી છે. થોડાક સમય પહેલા ઇલિયાનાએ એવો ખુલાસો કરીને તમામને ચોંકાવી દીધા હતા કે  એક વખતે તે એટલી હદ સુધી ડિપ્રેશનમાં પહોંચી ગઇ હતી કે તે આત્મહત્યા અંગે વિચારતી રહેતી હતી. પોતાના સંઘર્ષ અનવે ડિપ્રેશનના સંબંધમાં વાત કરતા ઇલિયાનાએ કહ્યુ છે કે ડિપ્રેશન એકદમ સાચી બાબત છે. તેનુ કહેવુ છે કે ડિપ્રેશન દિમાગમાં એક પ્રકારની કેમિકલ અસમાનતા છે. તેની સારવાર કરવામાં આવે તે જરૂરી છે. મેન્ટલ હેલ્થની ૨૧મી બેઠકમાં ઇલિયાનાએ આ મુજબની વાત કરી હતી. તેનુ કહેવુ છે કે તે ખુબ જ સંકુચિત પ્રકારની છે. તે હમેંશા ઉદાસ રહેતી હતી. જો કે એ વખતે તેને આ બાબતની ખબર ન હતી કે તે ડિપ્રેશન અને બોડી ડિસ્મોર્ફિક ડિસઓર્ડરથી ગ્રસ્ત છે. તે માત્ર એમ ઇચ્છતી હતી કે લોકો તેને સ્વીકાર કરે.અમર અકબર એન્થોની પહેલા પણ  ઇલિયાનારવિ તેજા સાથે કામ કરી ચુકી છે. રવિ તેજાની ફિલ્મની ચાહકો હમેંશા ઇન્તજાર કરતા રહે છે. તમામ કુશળતા હોવા છતાં ઇલિયાના બોલિવુડમાં અપેક્ષા કરતા ઓછી સફળતા હાંસલ કરી શકી છે.

Previous articleસિહોરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ
Next articleરિચા ચડ્ડા લાંબા સમય સુધી એક્ટિંગ નહીં કરે