રાજસ્થાન પોલીસ દ્વારા મોબ લિંચિંગના શિકાર પહલુ ખાનની સામે ગૌૈ તસ્કરીના મામલામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા બાદ રાજકીય ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. એઆઈએમઆઈએમના લિડર અસાસુદીન ઓએસીએ કહ્યું છે કે, કોંગ્રેસ પાર્ટી ભાજપની કોપી તરીકે છે. જ્યારે ભાજપના નેતા જ્ઞાનદેવ આહુઝાએ સમગ્ર પરિવારને વિવાદના ઘેરામાં મુકીને આક્ષેપો કર્યા છે. થોડા સમય બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. અશોક ગેહલોતે કહ્યું છે કે, આ ચાર્જશીટ ભાજપ સરકારના ગાળા દરમિયાન કરવામાં આવેલી તપાસના આધાર ઉપર દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતુ કે, કેસની તપાસ અગાઉની ભાજપ સરકાર દરમિયાન થઈ હતી અને ચાર્જશીટ પણ તેના આધાર ઉપર દાખલ કરવામાં આવી છે. જો તપાસમાં કોઈ ભુલ રહેશે તો ફરીવાર તપાસ કરવામાં આવશે. એમ માનવામાં આવે છે કે, પહલુની સામે ચાર્જશીટ ગયા વર્ષે ૩૦મી ડિસેમ્બરના દિવસે તૈયાર કરી લેવામાં આવી હતી. આનાથી ૧૩ દિવસ પહેલા જ રાજસ્થાનમાં અશોક ગહેલોતની સરકાર સત્તામાં આવી હતી. અન્ને નોંધનીય છે કે, રાજ્યમાં અગાઉની ભાજપની સરકારના સમયમાં આવી જ એક ચાર્જશીટ ખાનના બે સાથીઓની સામે દાખલ કરવામાં આવી હતી. તેમના ઉપર ભીંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આ કેસમાં બે એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. પ્રથમ એફઆઈઆર ભીડની સામે ખાનની મારમારીને હત્યા કરવા સાથે સંબંધિત છે. જ્યારે બીજી એફઆઈઆર તેના પરિવારની સામે ગૌ તસ્કરીને લઈને છે. પોલીસે આ પહેલા ખાનની લિંચિંગના છ આરોપીઓને ક્લિન ચીટ આપી ચુકી છે. પોલીસે નિર્ણય કર્યો છે કે, ગૌ શાળાના સ્ટાફ પર નિવેદનનો અને મોબાઈલ ફોનના રેકોર્ડના આધાર પર તપાસ કરવામાં આવી હતી. હરિયાણાના ડેરીનો કારોબાર કરનાર પહલુ ખાનન પર પહેલી એપ્રિલના દિવસે અલવરમાં ગૌરક્ષકો દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. બે દિવસ બાદ પહલુનુ હોસ્પિટલમાં મોત થયુ હતું. શનિવારના દિવસે મિડિયામાં અહેવાલ આવ્યા બાદ ઔવેસીએ કહ્યું હતું કે, રાજસ્થાનની સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી નથી. સત્તા મેળવી લીધા બાદ કોંગ્રેસ પણ ભાજપ સરકારની જેમ કામ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી પણ ભાજપની કોપી બની ગઈ છે. રાજસ્થાનના મુસ્લિમ સમુદાયના લોકોને ઔવેસીએ આ મુજબની વાત કરી હતી. કોંગ્રેસ પાર્ટી પણ અયોગ્ય રીતે કામ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીના દલાલ લોકો અને સંગઠનોને ફગાવી દેવા ઔવેસીએ સુચન કર્યું હતું. ઔવેસીએ એમ પણ કહ્યું હતું કે, મુસ્લિમ સમુદાયના લોકોએ પોતાના અલગ રાજકીય પાર્ટી બનાવી લેવી જોઈએ. ૭૦ વર્ષનો સમય પસાર થઈ ચુક્યો છે. હવે પરિવર્તનનો સમય આવી ચુક્યો છે.